Health

કોરોનાની સ્થિતિમાં મોદીજીએ દવાની ઉણપ અને રસીકરણ વિશે મહત્વની વાત કરી.

દિવસને દિવસે કોરોનાની અનેક સમસ્યાઓનો આપણે સૌ સામનો કરી રહ્યા છીએ ત્યારે અમે આપને જણાવીએ દઈએ કે, હાલમાં જ નરેન્દ્ર મોદીજી દ્વારા એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે, આ મહત્વની સમીક્ષા બેઠકમાં પીએમ મોદીજી એ કોવિડ-19 ની સ્થિતિ અંગે મહત્વની સૂચનાઓ આપવામાં આવી છે.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોનાની સ્થિતિ પર ગુરૂવારે વ્યાપક સમીક્ષા બેઠક કરી. પીએમ મોદીએ આ બેઠકમાં દેશના દરેક રાજ્યોમાં કોવિડ-19 ની સ્થિતિ અંગે જાણકારી આપી હતી. બેઠક દરમિયાન દેશના વિભિન્ન રાજ્યો અને જિલ્લામાં કોરોનાથી બાડ સ્થિતિની તસવીર પીએમ મોદી સામે રજૂ કરવામાં આવી હતી.

પીએમ મોદીએ દ્વારા ખાસ સુચવામાં આવ્યું કે તમામ રાજ્યોના એવા જિલ્લાઓ અંગે એડવાઝરી મોકલી તેના પર કામ કરવામાં આવશે. જ્યા પોઝીટિવ કેસોની સંખ્યા 10 ટકા અથવા તેના કરતા વધું છે. અને ઓક્સિજન સપોર્ટ અથવા આઇસીયુ બેડ 60 ટકા કરતા પણ વધુ છે. આ બેઠકમાં પ્રધાનમંત્રીએ દવાઓની ઉપલ્બધી પર સમીક્ષા કરી હતી તેમણે રેમડેસિવીર સહિતની દવાઓના ઉત્પાદનમાં વધારો કરવા માટેના આદેશ આપ્યા હતા. પીએમએ આવનારા કેટલાક મહિનાઓમાં રસીકરણના ઉત્પાદનમાં વધારો કરવા અને રસીકરણ પર એક રોડમેપ તૈયાર કરવાના આદેશ આપ્યા હતા.

પીએમ મોદીને એ પણ જાણકારી આપવામાં આવી હતી કે, અત્યાર સુધીમાં કેન્દ્ર તરફથી રાજ્યોને 17.7 કરોડ રસીઓ મોકલી આપવામાં આવી છે. ત્યાર બાદ જ પ્રધાનમંત્રીએ રાજ્યોને વેક્સિનેશનની ગતિ વધારવા માટેના આદેશ આપ્યો. આ તમામ જાણકારી તેઓ pmo પર ટ્વીટર પણ જાણ કરવામાં આવેલ છે અને એએનઆઈ દ્વારા આ વાત જણાવવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!