Health

કોરોના ની ત્રીજી વહેર મા બાળકો પર ખતરો, જાણો કેવી રીતે કાળજી રાખવી

કોરોના ની બીજી લહેર ઘણી ઘાતક સાબીત થયા છે અને અનેક લોકો ના જીવ ગયા છે ખાસ કરી ને વૃધ્ધો કોરોના ના વધારે શિકાર બન્યા છે અને હવે  ત્રીજી વહેરની તૈયારી સરકારે અગાવ થી જ ચાલુ કરી દીધી છે.

સરકાર અના વૈજ્ઞાનિકો નુ કહેવુ છે કે કોરોના ની ત્રીજી લહેર અવશ્ય આવશે અને તેમા બાળકો ને સંક્રમણ નો ખતરો વધુ રહશે. આ માટે બાળકો ને બચાવવા અગાવ તૈયારી શરુ કરી દીધી છે. મહારાષ્ટ્ર ના સ્વાસ્થય વિભાગ એ જાણકારી આપી છે કે અત્યાર સુધી મા 0 થી 10 વર્ષ ની ઉમર ના વાળકો કુલ 49930 કોરોના નો શિકાર બન્યા છે. જેના કારણે હવે વાલીઓ ચિંતિત છે.

હાલ ના સમય મા વૃધ્ધો અને યુવા ઓ ને રસીકરણ નુ કામ ચાલી રહ્યુ છે ત્યારે હવે વધારે ખતરો બાળકો ને છે. બાળકો ને આ સંક્રમણ થી બચાવવા માટે તમને સોસીયલ ડીસટનસીં નુ પાલન કરાવવું જરુરી આ ઉપરાંત ડૉક્ટરના જણાવ્યાં અનુસાર, બાળકોને તમે ચોક્કસ પ્રમાણમાં સપ્લીમેન્ટ આપી શકો છો. જેમકે 15 દિવસ માટે ઝિંક, એક મહીનાનું મલ્ટી વિટામિન અને એક મહીનાના કેલ્શિયમનો કોર્સ પણ કરાવી શકો છો. આ તમામ વસ્તુઓ ઇમ્યુનિટીને વધારે પણ છે, સાથએ તે વિટામિનના પ્રાકૃતિક શ્રોતો પર પણ ડિપેન્ડ રહે.

સાથે સાથે બાળકો ની ઈમ્યુનીટી વધારવા માટે ઠંડા પીણા થી દુર રાખો અને કુદરતી લીલા શાકભાજી અને ફળો આપો આ ઉપરાંત જો કોઈ લક્ષણો જોવા મળે તો તેને અવગણ નહી અને તરત કાળજી લેવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!