Health

કોરોના માત્ર ફેફસાની ગંભીર બીમારી નથી પણ લોહીના ગઠ્ઠા પણ થાય છે, જાણો માહિતી.

કોરોનાની બીજી લહેરમાં દર્દીઓને શ્વાસની સમસ્યાઓ વધુ સર્જાય છે. ત્યારે હાલમાં જ એક રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે, કોરોના માત્ર ફેફસાની બીમારી નથી, ખતરનાક રીતે લોહીના ગઠ્ઠા પણ જામી શકે. ચાલો ત્યારે આ માહિતી વિશે આપણે વધુ માહિતગાર થઈએ.

વૈશ્વિક સ્તરે કરવામાં આવેલી શોધમાં કહેવામાં આવ્યું કે હોસ્પિટલમાં દાખલ કોરોનાના 14 થી 28 ટકા રોગીઓમાં લોહીના ગઠ્ઠા જામવાની વાત સામે આવી છે, જેને ડીપ વેન થ્રોમ્બોસિસ(DVT)ના નામથી ઓળખવામાં આવે છે. તો 2 થી 5 ટકા રોગીઓમાં આર્ટેરિયલ થ્રોમ્બોસિસના મામલા સામે આવ્યા.

સાઉથ વેસ્ટ દ્વારકાના આકાશ હેલ્થકેયરમાં હાર્ટ વિભાગના ડૉ. અમરીશ કુમારે કહ્યું કે, કોરોનાના એવા રોગીઓમાં લોહીના ગઠ્ઠા જામવાના મામલા સામે આવી રહ્યા છે, જેમને ટાઇપ-ટુ ડાયબિટીઝ છે. જોકે નિશ્ચિત કારણ હજુ સુધી ખબર પડી નથી.

ડીપ વેન થ્રોમ્બોસિસ (DVT) એક ગંભીર સ્થિતિ છે, જેમાં શરીરની અંદર સ્થિત નાડીઓમાં લોહીના ગઠ્ઠા જામી જાય છે. આર્ટેરિયલ થ્રોમ્બોસિસ ધમનીઓમાં ગઠ્ઠા જામવાથી જોડાયેલ છે. ડૉ. સાત્વિકે આ અઠવાડિયાની શરૂઆતમાં ટ્વીટ કરીને કોરોનાથી લોહીના ગઠ્ઠા બનવાના સંબંધમાં સૌ કોઈનું ધ્યાન દોર્યું હતું. જેમાં તેમણે કોરોનાથી પીડિત એક રોગીના અંગની ધમનીઓમાં બનેલા લોહીના ગઠ્ઠાની તસવીર પોસ્ટ કરી હતી.

ડૉ. સાત્વિકે કહ્યું કે, તેમને ફેફસાની નાની ધમનીઓમાં લોહીના ગઠ્ઠા મળ્યા. પછી એ સમજાયું કે કોરોના જેટલો ફેફસાની બીમારી છે તેટલો જ તે લોહીની ધમનીઓની પણ બીમારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!