Gujarat

ખેડૂતો માટે આવ્યા રાહતના સમાચાર, આ તારીખ પછી ગુજરાતમાં પડી શકે છે વરસાદ

સૌને ખેડૂત મિત્રોને એક જ આશ છે કે, મેઘરાજા હવે ફરી એકવાર જલ્દી થી વરસે! કારણ કે આ વર્ષે શ્રાવણ માસ શરૂ થતાં પણ હજુ સુધી વરસાદ નાં કોઈ એંધાણ નથી વર્તાય રહ્યા ત્યારે હવામાન વિભાગ દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે ચોમાસાનું આગમન થશે. હાલમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ નું આગમ થવાનું છે.

થોડા દિવસ પહેલા જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, રાજ્યમાં 15 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે.થોડા દિવસ પહેલા જ આંબાલાલ પટેલ મહત્વની જાહેરાત કરી હતી ત્યારે હવે આખરે જાણવા મળ્યું છે કે, વરસાદ ક્યારે આવશે.

વરસાદ ન આવતા ખરીફ પાકને નુક્સાન જવાની ભિતિ સેવાઈ રહી છે. ગઈ કાલે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા નહીંવત દેખાઈ રહી છે. ગુજરાતમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં રાજ્યમાં 51.63 ટકા વરસાદ પડી ચુક્યો છે. જયારે સિઝનનો કુલ વરસાદ 36.17 ટકા જેટલો જ નોંધાયો છે.

આજે ફરી હવામાનના જમાવ્યું મુજબ ઓગસ્ટના બીજા સપ્તામાં રાજ્યમાં સારો એવો વરસાદ પડે તેવી હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. જુલાઈના અંતિમ સપ્તાહ બાદ વરસાદે લાંબો વિરામ લીધો છે વરસાદ ન પડતા ખેડૂતો પણ ચિંતામાં હતા પરંતુ હવે હવામાન વિભાગે આગાહી કરતા ખેડૂતોને થોડી રાહત મળી છે. આંબા લાલની આગાહી મુજબ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે વરસાદ 15 ઓગસ્ટ પછી સારો થશે જે ખેડૂતો માટે લાભદાયી રહેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!