Gujarat

ચોટીલા મંદિરે અનોખી ઘટના ઘટી હતી ! દર્શને આવેલી સગર્ભાને દર્દ ઉપડતા માતાજી ના સાનિધ્ય મા…

ચોટીલામાં એક અદ્દભુત ઘટના ઘટી હતી. ખરેખર એવી ચમત્કારી ઘટના ઘટી કે એક પરિવારજન માટે આ દિવસ ખૂબ જ ભાગ્યશાળી રહી ગયો.  આ વાત જન્ચોમાષ્ટીટમી વખતની છે જયારે ચોટીલામાં એટલું માનવ મહેરામણ ઉમટયું હતું આ જ દરમિયાન એક સગર્ભા એ અનોખી ઘટના બની હતી.

બનાવ એવો બન્યો કે, સગર્ભા મહિલાને ડુંગર ચડતી સમયે પ્રસૂતિની પીડા ઊપડતાં પગથિયાં પર જ બાળકીને જન્મ  આપ્યો હતો.  ખરેખર આ ઘટનાની જાણ થતાં 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને માતા-બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં બંનેની હાલત સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.પરિવાર માતાજીનાં ચરણોમાં શીશ નમાવવા માટે પહોંચ્યો હતો. લોકોની અભૂતપૂર્વ ભીડ વધતાં મંદિરનો મુખ્યદ્વાર પણ થોડોક સમય બંધ રાખવામાં આવ્યો હતો. ત્યારે ચોટીલા જન્માષ્ટમી પર્વ નિમિત્તે દર્શન માટે આવેલી ગોધરાના મંડોડ ગામની રોશનીબેન નામની મહિલાને ડુંગરનાં પગથિયાં પર જ પ્રસૂતિની પીડા ઊપડતાં બાળકીને જન્મ થયો હતો.

બાળકીના જન્મ અંગે 108ની ટીમને જાણ થતાં ટીમ ઘટનાસ્થળ પર પહોંચી બાળકી અને તેની માતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ અંગે 108 એમ્બ્યુલન્સ વાનના ઇએમટી મહેશ શીશા અને પાયલોટ ગૌરવ રામાનુજે જણાવ્યું હતું કે આ મહિલાને ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરે પગથિયાં ચઢતા સમયે અડધા રસ્તે પ્રસૂતિનો દુખાવો ઊપડતાં ત્યાં જ બાળકીને જન્મ આપ્યો હતો. અમે ત્યાં પહોંચ્યા ત્યારે મહિલા અને નવજાત બાળકીને નીચે લઇ આવ્યાં હતાં અને નાળ હજુ જોડાયેલી હતી.

આથી એને 108 એમ્બ્યુલન્સ વાનમાં હોસ્પિટલે લઇ જવાયા બાદ મોડેથી રજા પણ આપી દેવામાં આવી હતી.ખરેખર આ દિવ્ય અનુભવ  હતો, જ્યારે આ સર્ગભા એ બાળકી ને જન્મ આપતા પરિવાર જનોમાં હર્ષની લાગણીઓ છલકાઈ હતી.આમ પણ માતાજીના સાંનિધ્યમાં દીકરી નો જન્મ થવો એટલે  સૌભાગ્યની વાત કહેવાય. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!