Gujarat

જીણા બાવા ની મઢી નુ આ રહસ્ય તમે નહી જાણતાં હોય, બાપુ ચલમ માથી જ

ગિરનાર એટલે  હિમાલયનો પિતામહ જ્યાં  લખ ચોર્યાસી સિઘ્ધઓના બેસણા છે, જ્યાં દત્ત ગુરુનું નિવાસ સ્થાન છે, અને મા અંબાજી સાંનિધ્ય જ્યાં અનેક દેવી દેવતોનો વાસ એ ગરવા ગિરનારની ગોદમાં બિરાજમાન જીણા બાવાની મઢીની વાત કરવાની છે જે ખૂબ જ અનેરું મહત્વ ધરાવે છે.ગિરનારની પરિક્રમા દરમિયાન વચ્ચે આવતું આ સ્થાન ભાવિ ભકતો માટે ખૂબ જ મહત્વનું છે. ત્યારે ચાલો જાણીએ કે આજે પણ જેમનો ધુણો અંખડ પ્રજ્વલિત છે એવા જીણા બાવાનાં જીવન વિશે જાણીએ

ગિરનારમાં નવનાથનો વાસ છે, એવા ગિરનારમાં જ્યારે ગુરુ દત્તના બેસણા હતા એ જ દરમિયાન જીણા બાવા તેમની સાથે બેઠા આજ દરમિયાન બાવા એક પરચો બતાવ્યો અને અને તેમના થી પ્રસન્ન થઈ ગુરુ દત્ત તેમને વરદાન માગવાનું કહ્યું ત્યારે બાવા એ જ માગ્યું તે આજે માનવજાતિ માટે કલ્યાણરૂપ બન્યું છે.

જીણા બાવાએ પોતાની ચલમ આરપાર પસાર થઈ જતા હતા એટલે તેઓ જીણા હતા અને આજ કારણે તેમનું જીણા બાવા જ પડ્યું ! એવું કહેવાય છે કે, ગુરુગોરખ નાથ ટૂંક અને દાતાર એ થી ચિલમ પિતા. બાવા એ ગુરુદત્ત પાસેથી વરદાન માગ્યું હતું કે, જ્યારે પણ ગિરનારની પરિક્રમા થાય ત્યારે ભક્તોને કોઈ વિઘ્ન ન આવે તેમજ કોઈ જીવજંતુઓ પ્રાણીઓ તેમને કંઈ આંચ પણ ન પહોંચાડી શકે.

 આને આખરે એવું જ બન્યું છે, અત્યાર સુધી કોઈ વ્યક્તિ ગિરનાર પરિક્રમા દરમિયાન કંઈ આંચ નથી આવતીપરિક્રમા નો પહેલો વિસામો સંત શ્રી જીણાબાવાની મઢીએ આવે છે ઝીણા બાવા નામના સિદ્ધપુરુષ આ જગ્યાએ  વડલા વાળી મહાકાળી માતાજીનું સ્થાન પણ આવેલું છે ઝીણા બાવા ગિરનારની પરિક્રમા કરવા આવતા ભાવિકોને ખુબજ આદરપૂર્વક સત્કાર તા હતા આજે વર્ષો પછી પણ ઝીણા બાપુ ની મઢી પરિક્રમાના વિસામા નું સ્થળ છે.

ફરીવાર મઢીએ થી પરિક્રમા બે રસ્તામાં ફંટાઈ છે એક રસ્તો સરકડિયા પર્વતની ઘોડી ચડીને સરકડીયા હનુમાન અને સુરજકુંડ થઈ માળવેલા જાય છે જ્યારે બીજો રસ્તો સીધો જ માળવેલા પર્વત ની ઘોડી ચડી ને માળવેલાની જગ્યાએ પહોંચે છે, ખરેખર એકવાર આ બાવાની મઢીની અવશ્ય મુલાકાત લેવી જ જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!