Gujarat

જેનું માથું ધળથી અલગ થયું છતાં આઠ દિવસ લડત રહ્યા એવા વીર મોખડાજી ગોહિલ.

ખરેખર ભાવનાગરની ધરતી પર અનેક વિરો થઈ ગયા છે ત્યારે આ ધન્ય ધરાને કોટી કોટી વંદન ! આજે આપણે એક એવા જ વીર પ્રતાપી રાજપૂત શાસક ખુમારી વાત કરીશું. આ વાત છે મોખડાજી ગોહિલની જેઓ ઘોઘા રાજપૂતનાં શાસક હતા અને તેઓ સૌરાષ્ટ્રમાં સ્થાયી થયેલા રાજસ્થાનના ખારગઢના સેજકજી ગોહિલના વંશજ હતા. મોખડાજી ગોહિલ દિલ્હીના તખલઘ વંશના મહમદ તખલઘના સમકાલીન હતા લોકો આજે તેમને ઘોઘાના દરિયાપીર તરીકે પૂજે છે.

ઠાકોરજી વૃદ્ધાવસ્થા પ્રાપ્ત કરવાથી રાજપાટ યુવાન વયના મોખડાજીને સોંપીને તેઓ હિમાલય ચાલ્યા ગયા. તે સમયે પણ મોખડાજી તેમની સાથે હિમાલય ગયા અને પાછા ફરતી વખતે દિલ્લી થઇ આવ્યા જ્યાં તેમની ભેટ ખુશરો ખાન પીરમબેટને પોતાની રાજધાની બનાવી અને ત્યાં જતા રહ્યા. તેમને દિલ્લી સલ્તનતનો ખજાનો ખંભાતના અખાતમાંથી અરબ દેશ તરફ જવાની માહિતી મળતા ખજાનો લુટી લીધો.

દિલ્લી સલ્તનત માટે સમુદ્રી માર્ગે વ્યાપાર મોખડાજી ગોહિલને કારણે દુષ્કર બન્યો. તેણે મોખડાજી ને હરાવવા તેના પર હુમલો કરવા સેનાપતિને આદેશ કર્યો અને સેનાપતિએ પીરમબેટને ઘેરવા પ્રયાસ કર્યો અને મોખડાજીની અનુભવી નૌસેનાએ ગણતરીના દિવસોમાં જ તેના આક્રમણખોરોને પરાસ્ત કર્યા.

વારંવાર તેઓ ઘોઘા પર નજર નાખતાં રહ્યા પરતું મોખડાજી હાર ન માન્યા. ખુબ ઘાયલ થવા છતાં દિવસો સુધી તેઓ લડતા રહ્યા. છેલ્લા સમયે લડાઈમાં તેમનું માથું ઘોઘાના પાદરમાં ધડથી અલગ થયું અને તેમ છતાં તેઓ વગર માથે આઠ દિવસ સુથી લડતા રહ્યા અને છેક ખદરપરમાં તેઓ ઢળી પડ્યા આવી હતી તેમની ખુમારી દેશને માટે આ તેમનો પ્રેમ અને શૌર્યતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!