Health

ચહેરાનું વર્ણ નિખારવા આ ઔષધી સૌથી. વધુ ઉપયોગી થશે.

 

અનેક ઔષધિઓ એવી હોય છે, કે જે દરેક રોગોમાં ઉપયોગી નીવડે છે. આજે આપણે એક એવી ઔષધિઓ વિશે જાણીશું જે ખૂબ જ લાભદાયક છે કે, તમને પણ આ ઔષધીઓની શોધ હશે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય કે તે ખૂબ જ સુંદર લાગે છે. સુંદર બનવા માટે તે અનેક પ્રત્યન કરતા જ હોય કે તે કેવી રીતે સુંદર બની શકે છે અને તેના માટે તેઓ અનેક દવાઓ શોધ કરતા હોય છે તો ચાલો અમે આજે આપને આયુર્વેદિકમાં જણાવેલ ઔષધિ વિશે જણાવીશું જેમાં વર્ણ નિખારવાના ખૂબ જ ઉપયોગી નીવડશે

ઇગોરિયાનું કાંટાળુ વૃક્ષ રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. ઈંગોરિયાના વૃક્ષ પર વરસાદ પછી આવતા ફળના પલ્પમાંથી બનાવેલ લીક્વડ ઉનના કપડા ધોવામાં તેમજ વાળને મુલાયમ રાખવામાં ખૂબ જ ઉપયોગી છે. વાળને ધોવા માટે અરીઠાની જેમ જ તેનો ઉપયોગ કરી શકાય છે.એમ, પર્યાવરણ પ્રેમી સુવર્ણા સોનાવણેનું કહેવંઈ છે.

ઈંગોરિયાના વૃક્ષ અતુલ્ય સંપત્તિ છે કે, પહેલાના સમયમાં કોઈ બ્યુટી પ્રોડક્ટ નહોતી ત્યારે ઈંગારિયા એકમાત્ર સૌંદર્યવર્ધક વિકલ્પ હતો. તે શરીરનો રંગ ઉજળો કરવામાં મદદરુપ થાય છે તેમજ તેના ફળના પલ્પમાં અદભૂત એન્ટી બેક્ટેરીયલ તત્વો આવેલા હોવાથી પહેલાના સમયમાં નવજાત શિશુઓને તેનાથી જ નવડાવવામાં આવતા હતા. ઈંગોરિયાના ગોટલાના ગરમાંથી ઈગુંદી નામનું તેલ નીકળે છે જે દાઝ્યા પર લગાવાથી ફાયદો થાય છે. 

ઉપરાંત આકડાના ફળ અને ફૂલ વિશે માહિતી આપતા પર્યાવરણ પ્રેમીએ કહ્યું કે, કુદરતે આકડાના બીજની એવી રીતે અદભૂત રચના કરી છે કે જ્યારે તેની સીંગ સૂકાઈને ફાટે છે ત્યારે તેના બીજ ત્યાં નહીં પરંતુ પવન સાથે ઉડીને દૂર જમીન પર પડે છે. અને આ બીજને દૂર લઈ જવા માટે જે સિલ્ક દોરાનું આવરણ હોય છે તેનો ઉપયોગ દરજીડો, સુગરી જેવા પક્ષીઓ માળામાં પોતાના બચ્ચાઓની ગાદી તરીકે કરે છે. આકડાના ફૂલનો ઉપયોગ ભગવાનને ચઢાવામાં થાય છે.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસ્ખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે Gujarati Akhbar જવાબદાર રહેશે નહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!