Gujarat

ચેતવણી રુપ કીસ્સો, એક પુરુષે રાત્રે મહિલા ને લીફ્ટ આપી અને પછી…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, લોકડાઉન ન લીધે ગુજરાતનાં 36 શહેરોમાં રાત્રી કરફ્યુ છે, ત્યારે રાત્રિ કર્ફ્યૂ દરમિયાન પણ ક્રાઈમની ઘટનાઓ રાજ્યમાં અલગ-અલગ જગ્યા પર સામે આવી હતી. ક્યાંક ચોરીની ઘટના બનવા પામી હતી, તો ક્યાંક હત્યાની ઘટના સામે આવી હતી. આમ સમય અને સંજોગ એવા છે કે, ક્યારે શું બની જાય તે કહી જ ન શકાય. કોઈકવાર આપણે સતકાર્યો કરવા જઈતા હોય અને તેનું પરિણામ ક્યારેજ ખરાબ આવે કહેવાય છે ને કે ધરમ કરતા ધાડ પડે.

વાત જાણે એમ છે કે, ભૂજમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન એક યુવક સાથે લૂંટની ઘટના બની છે. ભૂજમાં રહેતા મહમ્મદ હનીફ નામનો યુવક રાત્રિ કર્ફ્યૂ દરમિયાન આત્મારામ સર્કલ પાસેથી પસાર થતો હતો. તે સમયે એક મહિલાએ તેની પાસેથી મદદ માગી હતી. મહિલા રાત્રિના સમયે એકલી હોવાના કારણે મહમ્મદ હનીફ તેની મદદ કરવા માટે તૈયાર થઈ ગયો. તે મહિલાને લઈને ભૂજીયા રીંગરોડ રામનગરી મુકવા માટે ગયો હતો

મહિલાનું ઘર આવે તે પહેલા જ રસ્તા વચ્ચે ચાર લોકોએ મહમ્મદ હનીફને ઊભો રાખ્યો હતો અને તેઓ મહમ્મદ હનીફને માર મારવા લાગ્યા હતા આ ઉપરાંત, તેની પાસેથી મોબાઇલ અને ખિસ્સામાં રહેલા 1000 રૂપિયાની લૂંટ કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

મહિલાના કારણે પોતે લૂંટાયો હોવાનો મહમ્મદને ખ્યાલ આવતા તેણે તાત્કાલિક ભૂજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે મહમ્મદ હનીફની ફરિયાદના આધારે અલગ-અલગ ટીમો બનાવીને મહિલા સહિત ચાર આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી .આ વાત પરથી એ શીખવા મળે કે હંમેશા શતર્ક અને સાવધાન રહેવું જરૂરી છે, ક્યારેક શુ અઘટિત ઘટના બની જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!