Gujarat

જાસૂદ ફૂલ સ્વાસ્થ્ય માટે કેટલા લાભદાયી જાણો.

જાસૂદ એને સંસ્કૃતમાં જપા કહે છે. જપાકુસુમ એટલે જાસૂદનું ફૂલ. જાસૂદ મળને રોકનાર, વાળ માટે હિતકર, રક્તપ્રદરનો નાશ કરનાર, તીખું, ગરમ, ઉદરી મટાડનાર, કફ અને વાયુનો નાશ કરનાર, ધાતુસાવ મટાડનાર, સ્નિગધ, પુષ્ટિપ્રદ, ગર્ભની વૃદ્ધિ કરનાર, પ્રમેહ અને હરસનો નાશ કરનાર તથા હૃદય માટે હિતકર છે. જાસૂદની કળી રક્ત સંગ્રાહક, વેદનાસ્થાપન તથા મૂત્ર લાવનાર છે. પ્રમેહ અને પ્રદરમાં તે ઉપયોગી છે. જાસુદનાં ફૂલ હૃદય તથા મગજને બળ આપનાર, ઉન્માદ મટાડનાર, કામશક્તિ વધારનાર, રક્તની શુદ્ધિ કરનાર તથા પેશાબના પરુનો નાશ કરનાર છે.

જાસૂદના ફાયદો જાણીએ (૧) જાસૂદનાં ફૂલ કાળી ગાયના મૂત્રમાં લસોટી જ્યાં ઊદરીથી વાળ ખરી ગયા હોય ત્યાં સવાર-સાંજ લગાવવાથી ઊદરી મટે છે અને વાળ ફરીથી ઊગે છે. (૨) જાસૂદની ચાર-પાંચ કળી દૂધમાં લસોટી પીવાથી સ્ત્રીઓનો પ્રદર મટે છે. મોંમાં ચાંદાં પડયાં હોય, લાળ ખૂબ જ ટપકતી હોય, મૂત્રમાર્ગે ચીકાશ જતી હોય તેમાં પણ આ ઉપચારથી લાભ થાય છે. (3) બાળકને લાળ ટપકતી હોય તો એકથી બે કળી દૂધમાં લસોટી પાવી અથવા જાસૂદનું એક તાજુ ફૂલ ચાવીને ખાવાનું કહેવું

. (૪) સ્વપ્નદોષમાં જાસૂદની આઠથી દસ કળી ચાવીને ખાવી. (૫) ગુલકંદની જેમ જપાકંદ બનાવી શકાય. કાચની બરણીમાં જાસૂદનાં તાજા ફૂલની છૂટી કરેલી પાંદડી અને દળેલી સાકરના થર પર થર કરવા. બન્ને સરખા વજને લેવાં. બરણીનું મોં સફેદ સુતરાઉ કાપડથી બાંધી રપ થી ૩૦ દિવસ તડકામાં રાખવાથી જપાકંદ તૈયાર થાય છે. એનાથી લોહીવા-રતવા, મગજની તથા યાદશક્તિની નબળાઈ, અપસ્માર,

ઉન્માદ, હતાશા, ભય વગેરે મટે છે. કામશક્તિ વધારવા અને શુક્રજતુઓની વૃદ્ધિ માટે પણ ઉપયોગી છે. એની માત્રા પુખ્ત વયના માટે એક ચમચી અને બે વરસથી મોટાં બાળકો માટે અડધી ચમચી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!