Health

ડુંગળીનો આવી રીતે ઉપયોગ કરવાથી કફ ની સમસ્યામાંથી છુટકારો મળશે.

હાલમાં જ્યાં જુઓ ત્યાં સૌ કોઈ વ્યક્તિ બીમારી થી પીડાઈ રહ્યા છે,ત્યારે ખાસ કરીને કોરોનાની બીજી લહેરમાં શ્વાસ ની તફલિક વધુ જોવા મળી રહી છે. આ સિવાય ઉધરસ, શરદી તેમજ ગળું બળવું અને સ્વાદ અને ગંધ ન આવી અનેક સમસ્યાઓ મળે છે. ત્યારે આપણે ખાસ કફ વિશે જણાવશું. કફની તફલિક ન થવી જોઈએ કારણ કે તેના લીધે ફેફસામાં તફલિકો થઈ શકે છે.

કફની સમસ્યા દુર કરવા માટે અમે આપને ઘરેલુ ઉપચાર જણાવીશું. કફ ન થાય તેના માટે તો ખાસ નાસ લેવો એ ઉત્તમ ઉપાય છે તેમજ હળદર વાળું દુધનું સેવન કરવું જેથી ઉધરસ નહિ થાય. આ સિવાય આપણે કફને નાબૂદ કરવા બીજા અનેક ઘરેલુ ઉપચાર જાણીએ.

કાંદાનો ઉકાળો પીવાથી કફ મટે છે.અર્ધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ મટે છે.દોઢથી બે તોલા આદુંના રસમાં મધ મેળવી ચાટવાથી કફ મટે છે.તુલસીનો રસ ૩ ગ્રામ, આદુનો રસ ૩ ગ્રામ અને એક ચમચી મધ સાથે લેવાથી કફ મટે છે.

એલચી, સિંધવ, ઘી અને મધ ભેગાં કરીને ચાટવાથી કફ મટે છે.દરરોજ થોડી ખજૂર ખાઈ ઉપર પાંચ ઘૂંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળે અને ફેફસાં સાફ બને છે.આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ મેળવી જમતાં પહેલાં લેવાથી કફ, શ્વાસ અને ઉધરસ મટે છે.દુધમાં હળદર, મીઠું અને ગોળ નાખી ગરમ કરી પીવાથી કફ મટે છે.રાત્રે સૂતી વખતે ત્રણચાર તોલા શેકેલા ચણા ખાઈ ઉપર પાશેર દૂધ પીવાથી શ્વાસ નળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!