India

નિઃસ્વાર્થ ભાવે 300 થી વધુ દર્દીઓની અંતિમ સંસ્કારની સેવા કરનારને કોરોરો થ્યો ત્યારે એક બેડ ન મળ્યો અને થયું નિધન.

આ કોરોનામાં અનેક લોકોએ પોતાનું પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે, પરતું ક્યારેક ઈશ્વર આપણી સાથે ગયા ભવનું લેણું દેણું વસુલ કરી જ લે છે, આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાની છે જેમણે આ કોરોનાની આકરી પરિસ્થિતિમાં કોઈ પણ સ્વાર્થ વગર 300 થી વધુ દર્દીઓનેની સેવા કરનારને જ્યારે કોરોના થયો તો એક બેડ મેળવવા તડપી રહ્યો.

હરિયાણાના હિસાર મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી સંઘના પ્રધાન પ્રવીણ કુમારનું કોરોના સંક્રમણના કારણે મોત થઈ ગયું છે. તેમણે સોમવારે મોડી સાંજે હિસારની એક ખાનગી હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મંગળવારે સવારે ઋષિ નગર સ્થિત સ્મશાન ઘટમાં તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. પ્રવીણને કોરોના સંક્રમણ હોવાની જાણકારી મળ્યા બાદ બે દિવસની અંદર જ તેમનું મોત થઈ ગયું હતું.

કોર્પોરેશનના કમિશનર અશોક ગર્ગે કહ્યું કે કોર્પોરેશનના કર્મચારી પ્રવીણ કુમારનું આકસ્મિક નિધન થવું ખૂબ જ કષ્ટદાયક છે. આ મુશ્કેલ સમયમાં કોરોના વોરિયરના રૂપમાં તેમણે નિઃસ્વાર્થ સેવા કરી છે.હિસાર સંઘર્ષ સમિતિએ 300થી વધારે કોરોના દર્દીઓના શવોનો અંતિમ સંસ્કાર કરી ચૂકેલા પ્રવિણના આકસ્મિક નિધન પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.શાસન-પ્રશાસન તેમના માટે એક બેડની વ્યવસ્થા ન કરી શક્યું. દિવંગત પ્રવીણના પરિવારજનોને 3-4 કલાક સુધી બેડ માટે ભટકવું પડ્યું.

એક વર્ષથી વધારે સમયથી પોતાની ટીમના સભ્યો સાથે મળીને કોરોનાના કારણે જીવ ગુમાવનારા 300થી વધારે શવોનો અંતિમ સંસ્કાર કરી ચૂક્યા હતા. એ સિવાય અંતિમ સંસ્કાર પર મળનારી રકમનો મોટો ભાગ દાન આપવાથી લઈને જરૂરિયાતમંદ લોકોની મદદમાં ખર્ચ કરી ચૂક્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!