India

પત્નીને 14 પુરૂષો સાથે હતા આડા સંબંધોઃ બિઝનેસમેન પતિએ કર્યું એવું કે પત્નીના બધા પ્રેમીઓ ફસાઈ ગયા…

લગ્નેત્તર સંબંધો સંસાર અને સંસ્કાર બંન્નેના હણનારા હોય છે. લગ્ન બાદ જો કોઈ પુરુષ અથવા તો સ્ત્રીને કોઈ અન્ય પાત્ર સાથે સંબંધ હોય તો ગૃહ (ઘર) અને ગૃહસ્થાશ્રમ બંન્ને બરબાદ થઈ જાય છે. દુઃખ સાથે કહેવું પડે વર્તમાન સમયમાં લગ્નેત્તર સંબંધના કિસ્સાઓ વધારે સામે આવી રહ્યા છે. આ કિસ્સાઓ લાલબત્તિ સમાન છે.

કોલકત્તાની એક એવી મહિલા કે જેને એક-બે નહી, પરંતુ 14 પુરુષો સાથે આડા સંબંધો હતા. મહિલા આમતો પતિની સામે એક કહ્યાગરી પત્નીની જેમ રહેતી હતી પરંતુ તેની પીઠ પાછળ અનેક કાળા કામ કરતી હતી. પતિને ધીમે-ધીમે શક થવા લાગ્યો અને પોતાના ડ્રાઈવરને જાસૂસ બનાવીને તેની પાછળ લગાવી દિધો અને જ્યારે ડ્રાઈવરે તેણીના પતિને તેની હકીકતો જણાવી ત્યારે પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ.

જો કે, તેણીનો પતિ પણ માથાનો છે અને તેણે પોતાની પત્નીના તમામ પ્રેમીને નોટિસ મોકલીને ફસાવી દિધા છે. પતિએ તમામ લોકોને કહ્યું છે કે, તેઓ 100 કરોડ રૂપિયા ચૂકવે. પ્રેમિકાના પતિએ 100 કરોડ રૂપિયા માંગતા તેઓ માનસિક રીતે પરેશાન થઈ ગયા છે. આ સિવાય સામાજિક છબી પણ તેઓની ખરાબ થઈ ગઈ છે. હવે એ તમામ લોકો કે જેને આ મહિલા સાથે આડા સંબંધ હતા તેઓને સમજાતું નથી કે, હવે કેવી રીતે આમાંથી નિકળે.

બિઝનેસમેન પતિએ નોટિસમાં લખ્યું કે, મોટાભાગના લોકોને હું ઓળખું છું અને તેઓ મને ઓળખે છે. આ પ્રકારના આડા સંબંધોથી અમારું દાંપત્ય જીવન વિખેરાઈ ગયું છે. અમે તકલીફમાં જીવી રહ્યા છીએ. મારી પ્રતિષ્ઠા પર અસર થઈ છે. આ પ્રકારની માનહાનિ કરવા બદલ હું તે લોકો પાસેથી 100 કરોડ રૂપિયાની ક્ષતિપૂર્તિ ઈચ્છુ છું. જો મને પૈસા નહી આપવામાં આવ્યા તો હું આગળ કાયદાકીય કાર્યવાહી કરીશ.

પત્નીના આડા સંબંધો સામે આવતા, પતિએ કંઈજ માથાકૂટ ન કરી પરંતુ તેણે મગજનો ઉપયોગ કરીને બધાયને ધંધે લગાડી દિધા. બિઝનેસમેને કાયદાનો આશરો લીધો અને પોતાની પત્નીના 14 પ્રેમીઓને ધોળા દિવસે તારા બતાવી દિધા.  આ પ્રકારના કિસ્સાઓ સમાજ માટે લાલબત્તિ સમાન છે. હવે સમજવું જોઈએ, કેટલાક લોકો પોતાની વાહિયાત ભૂખને સંતોષવા માટે પોતાની જીવનસંગીની અથવા તો પોતાના ભરથાર સાથે દગો કરતા હોય છે. પરંતુ સમજવું જોઈએ અને એ વાત સનાતન સત્ય પણ છે કે, જ્યારે આપણે કોઈ મુશ્કેલીમાં હોઈએ ત્યારે આપણા પરિજનો જ આપણી સાથે હોય છે. માત્ર પૈસા માટે અથવા તો અન્ય કોઈ કારણોસર તમારો ઉપયોગ માત્ર કરનારા લોકો તમે જ્યારે ખરેખરા સંકટમાં હોવ ત્યારે તમારી આસપાસ પણ ભટકતા નથી. એટલે પરિવાર સાચવીએ અને પરિજનોના પ્રેમને અને સન્માનને આજીવન દૈદિપ્યમાન રાખીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!