Gujarat

પુત્ર ના જન્મ ની ઉજવણી કરે એ પહેલા જ પિતા નુ મૃત્યુ થતા પરીવાર પર આભ ટુટી પડયું

મહુધા કઠલાલ રોડ પર મોટા વાહનો બે ફામ દોડી રહ્યા છે. જયા અકસ્માત નો એક બનાવ બન્યો છે જેમાં કઠલાલ રોડ પર રામના મુવાડા નજીક કનૈયા હોટલ આગળ ગત સાંજના બાઈક ચાલકને ટક્કર મારી હતી. જેમા બે યુવકો ના કરુણ મોત નીપજ્યા હતા જેમાથી એક યુવક કઠલાલના લીલવા ગામનો હતો.

જાણવા મળતી વિગતો અનુસાર કઠલાલ તરફથી આવતી અજાણી લક્ઝરી બસ ચાલકે બે બાઈક સવાર ને અડફેટે લીધા હતા જેમા એક નુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ અને બીજા નુ હોસ્પીટલ મા સારવાર દરમ્યાન મોત થયુ હતુ. આ અકસ્માત મા મૃત્યુ પામનાર યુવક મહુધાનો હતો જેનુ નામ ઈશાન જાણવા મળી રહ્યુ છે જે પોતાના મિત્ર ની પત્ની અને દિકરા ને બાઈક પર વડથલ મુકવા જઈ રહ્યો હતો. આ અકસ્માત મા મહીલા અને તેના બાળક નો બચાવ થયો હતો.

મૃતક ઈશાન ને પ્રેમ લગ્ન કરેલા હતા અને બે સંતાન ના પિતા ઈશાન ના ઘરે 15 જુલાઈ ના રોજ પુત્ર નો જન્મ થયો હતો. પુત્ર ના જન્મ ની ઉજવણી કરવાની અને પેંડા પણ વેચવાના બાકી હતા એ પહેલા જ ઈશાન નુ મૃત્યુ થતા પરીવાર મા માતમ છવાયો હતો.

આ ઉપરાંત અન્ય એક યુવક નુ મૃત્યુ થયુ એ પોતાના મિત્ર ના ઘરે જવા નીકળ્યો હતો અને અકસ્માત મા મૃત્યુ થયુ હતુ. જે કઠલાલના લીલવાના અરવિંદભાઇ ભોઇનો 27 વર્ષિય પુત્ર મુકેશ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!