Health

ફેફસાને નહીં થાય નુકસાન જો આ થેરાપી અપનાવશો.

આ કોરોના કપરા સમયમાં દરેક લોકો અનેક સારવાર પ્રદ્ધતિ થી સ્વસ્થ થવાનો પ્રયત્ન કરી જ રહ્યા છે, જેમાં આયુવૈદિક ઉપચાર દ્વારા અનેક કોરોના દર્દીઓને સ્વસ્થ થયા છે, પરતું સાથો સાથ બીજા અનેક રોગો થતા પણ અટકે છે. ચાલો ત્યારે આજે આપણે ફિઝિયોથેરાપી દ્વારા એક પદ્ધતિ જાણીએ જેના દ્વારા ફેફસાને સ્વસ્થ રાખી શકાય છે.

જયપુરમાં ચેસ્ટ થેરાપી દ્વારા 20 દિવસમાં 100થી વધારે  દર્દીઓને આ  થેરાપી આપવામાં આવી છે,જેના ઘણાં સારો પરિણામો મળ્યા છે ડોકટર અવતારે કહ્યું કે આ થેરાપી માત્ર એવા જ દર્દીઓને આપવામાં આવે છે જેમનું ઓકસીજન લેવલે 80ની ઉપર હોય છે. આ થેરાપીથી ફેફસામાં જમા થતા કફને છુટો કરવામાં આવે છે. જેને કારણે કફ બહાર નિકળી જાય છે અને દર્દીને શ્વાસ લેવાની ક્ષમતા વધી જાય  છે.

ડોઇએ કહ્યું કે ચેસ્ટ થેરાપીમાં 3 રીતના વોલ્યૂમ હોય છે, જે દર્દીની સ્થિતિ જોઇને નક્કી કરવામાં આવે છે. ચેસ્ટ થેરાપીમાં પહેલાં એ જોવામાં આવે છે કે ફેફસાનાં કયા ભાગમાં કફ વધારે છે. સીધા હાથની જેમ બનેલા ફેફસાંના ત્રણ પાર્ટ અને ઉંધા હાથની જેમ બનેલાં ફેફસાંના બે પાર્ટ હોય છે. આના માટે દર્દીઓના સીટી સ્કેન રિપોર્ટસ ચેક કરવામાં આવે છે. આ રિપોર્ટના આધારે અલગ અલગ થેરાપી આપવામાં આવે છે. થેરાપીમાં સૌથી પહેલાં મશીનથી વાઇબ્રેશન દ્રારા અને તે પછી મેન્યુઅલી થપ્પી આપીને ટાઇટ કફને છુટો કરવામાં આવે છે.

ફેફસામાં કફ જમા ન થાય તે માટે, ખાસ આ તકેદારી રાખવી જરૂરી છે અને તેના માટે આ થેરાપી ખૂબ જ ફાયડાકારક નિકળે છે. કોરાના દર્દીના ફેફસાં વાયરસથી તો ડેમેજ થાય છે, પરંતુ સાથે જ કેટલાંક દર્દીઓને ફેફસામાં કફ જામી જલ્દી સ્વસ્થ થતા નથી પરતું આ થેરાપી અનેક લોકોને ફાયદો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!