India

બોલીવુડના આ 9 સ્ટાર્સઃ પહેલા આવી હતી તેમની સ્થિતિ…

હિંદી સિનેમામાં કેટલાય કલાકારો પોતાના સારા કામ માટે એક ખાસ ઓળખ બનવીને બેઠા છે. કેટલાય સ્ટાર્સ એવા છે કે જે બોલીવુડમાં આવતા પહેલા કુલી, શેફ વેઈટર સહિતના કામ કરતા હતા. આવો આજે જાણીએ એવા જ કેટલાક સ્ટાર્સ વિશે.

રજનીકાંત

રજનીકાંત ફિલ્મોમાં આવતા પહેલા ખૂબ જ સંઘર્ષ કરી ચૂક્યા છે. પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી એટલા માટે તેઓ પોતે પણ કુલી અને બસકંડક્ટર તરીકે કામ કરતા હતા.

નવાઝુદ્દીન સિદ્દીકી

આજે નવાઝુદ્દીન સિદ્દીકી બોલીવુડના એક મોટા અને સફળ કલાકાર છે. પરંતુ અહીંયા પહોંચવા માટે તેમણે ખૂબ મુશ્કેલીઓનો સામનો કર્યો છે. યુપીના બુઢાનામાં જન્મેલા સિદ્દીકી પહેલા દવાની દુકાનમાં કામ કરી ચૂક્યા છે. આ સિવાય તેઓ પોતાનો ખર્ચ કાઢવા માટે ચોકીદારની નોકરી પણ કરતા હતા. ચોકીદારની નોકરી દરમિયાન તેમણે પોતાની એક ભૂલના કારણ નોકરી પણ ગુમાવી હતી.

અક્ષય કુમાર

ખેલાડીઓના ખેલાડી આમતો અત્યારે હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા છે. તેમણે 1991 માં પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ પહેલા તેઓ વેઈટર અને શેફ તરીકે કામ કરતા હતા. આ સિવાય તેઓ ફોટોગ્રાફરના આસિસ્ટન્ટ તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

આર માધવન

આર માધવન બોલીવુડના એક સારા અભિનેતા છે. તેઓ હિંદી સિનેમાને કેટલીય શાનદાર ફિલ્મો આપી ચૂક્યા છે. બોલીવુડમાં પોતાના અભિનય કરિયરની શરૂઆત કરતા પહેલા તેઓ પબ્લિક સ્પીકિંગ અને પર્સનાલિટી ડેવલપમેન્ટ સ્કિલ્સના કોર્સ કરાવતા હતા.

જેકલીન ફર્નાંડિસ

જેકલીન અત્યારે બોલીવુડની એક મોટી અભિનેત્રી છે. તે બોલીવુડના ખૂબ જાણીતા એક્ટર્સ સાથે કામ કરી ચૂકી છે. જેકલીને બોલીવુડમાં આવતા પહેલા શ્રીલંકામાં એક ટીવી રિપોર્ટર તરીકે કામ કર્યું છે. જેકલીન મૂળ શ્રીલંકાની છે.

રણદીપ હુડ્ડા

રણદીપ હુડ્ડા બોલીવુડમાં પોતાના શાનદાર અભિનય માટે ઓળખાય છે. તેઓ બોલીવુડમાં આવ્યા તે પહેલા ખૂબ નાજુક પરિસ્થિતિમાં જીવ્યા છે. રણદીપે વેઈટર, ટેક્સી ડ્રાઈવર અને ગાડી ધોવાનું કામ પણ કર્યું છે.

રણવીર સિંહ

રણવીર સિંહની ગણતરી આજે મોટા હિરોમાં થાય છે. રણવીર પોતાના દરેક કામથી ફેન્સના દિલ જીતી લે છે. વર્ષ 2010 માં તેમણે પોતાના ફિલ્મી કરિયરની શરુઆત કરી. આ પહેલા તેઓ એક એડવર્ટાઈઝમેન્ટ કંપનીમાં કોપી રાઈટર તરીકે કામ કરતા હતા.

પરિણીતિ ચોપડા

બોલીવુડની ચુલબુલી અને ખૂબસૂરત અદાકારા પરિણીતિ ચોપડાએ ફિલ્મોમાં સારું કામ કર્યું છે. તે હિંદી સિનેમામાં આવી તે પહેલા લંડનની એક ફર્મમાં ઈન્વેસ્ટમેન્ટ બેંકર તરીકે કામ કરતી હતી.

અરશદ વારસી

અભિનેતા અરશદ વારસી છેલ્લા કેટલાય સમયથી બોલીવુડમાં કામ કરી રહ્યા છે. તેમણે સપોર્ટિંગ રોલ્સમાં શાનદાર કામ કર્યું છે. તેઓ બોલીવુડમાં આવ્યા તે પહેલા ડોર ટૂ ડોર કોસ્મેટિક્સ વેચતા હતા. તેમણે ફોટો લેબમાં પણ કામ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!