Gujarat

ભયંકર અકસ્માત મા માળી પરીવાર બે સભ્યો ના કરુણ મોત થયા જ્યારે 8 થી વધુ…

રાજ્ય મા અકસ્માતો ની ઘટના સતત બની રહી છે. ગઈ રાત્રી ના સમયગાળા દરમ્યાન માળી પરીવાર ને અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે એક જ પરીવાર ના બે સભ્યો ઘાયલ થયા હતા જયારે 8 થી વધુ લોકો ને ગંભીર ઈજાઓ પહોચી હતી.

Divya bhaskar ના અહેવાલ મુજબ ભાભર મા રહેતો માળી પરીવાર સૌરાષ્ટ્ર ની યાત્રાએ ગયો હતો. તેવો ગઈ કાલે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને આ ભંયંકર અકસ્માત નડ્યો હતો જેમાં કાર ચાલકે કાબુ ગુમાવતા શંખેશ્વરની રૂપેણ નદીના પુલની દીવાલ સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી જેમાં માળી પરીવાર ના બે સભ્યો ના મોત નીપજ્યા હતા જ્યારે 8 થી વધુ લોકો ને ઈજાઓ પહોચી હતી.

અકસ્માત ની જાણ સ્થાનીક લોકો ને થતા લોકો મદદે પહોંચયા હતા અને 108 ની ટીમ ને જાણ કરતા 108 ની ટીમ ઘટના સ્થળે પહોચી ઈજા પામેલા લોકો ને હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત મા અરજણભાઈ રામજીભાઈ માળી 2 ધુળીબેન શામજી માળી નુ કરુણ મોત નિપજ્યું હતુ.

આ ઉપરાંત 8 થી વધુ લોકો ને આ એકસમાત મે ઈજાઓ પહોચી છે જેમા બાળકો નો પણ સમાવેશ થાય છે તવો ની સારવાર ચાલી રહી છે. એક જ પરીવાર ના બે સભ્યો નુ કરુણ મોત થતા પરીવાર મા શોક નો માહોલ છવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!