Gujarat

ભાવનગરમાં દર્દીઓની કફોડી સ્થિતિઃ ભાવનગર યુવરાજ ચોખ્ખુ કહી દીધુ કે

છેલ્લા કેટલાક દિવસથી રિપોર્ટો સામે આવી રહ્યા છે કે, ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સ્થિતિ દયનિય છે. લોકોને જમીન પર સુવાડીને સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે જનતાની દયનિય સ્થિતિને લઈને ભાવગરના યુવરાજ જયવીરરાજ સિંહે હવે તંત્ર સમક્ષ બાયો ચઢાવી છે. આ મામલે યુવરાજે પક્ષો, ઉદ્યોગપતિઓ અને અધિકારીઓને આડે હાથ લીધા છે. તેમણે કહ્યું કે, જો અધિકારીઓ જવાબદારી ન નિભાવી શકતા હોય તો, રાજીનામું આપી દે. આ સાથે જ તેમણે રાજકીય પક્ષો ધારાસભ્યોને ખરીદવા માટે જે ફંડ વાપરે છે તે દર્દીઓની સારવાર પાછળ ખર્ચ કરવા કહ્યું છે.

ભાવનગરની હોસ્પિટલમાંથી થોડા દિવસ પહેલા એક વીડિયો વાયરલ થયો હતો. જેને લઈ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે નારાજગી દર્શાવી છે. સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો તેમાં લોકોને જમીન પર સૂવડાવીને સારવાર આપવામાં આવી રહી હતી.

ભાવનગરના યુવરાજે તંત્ર સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કરતા કહ્યું કે, તંત્ર જે પ્રકારે કામગીરી કરી રહ્યું છે તે ન ચાલી શકે. લોકોએ રાજનેતાઓને સેવા કરવા માટે સત્તા આપી છે. સત્તાના પાવરની મજા માણવા માટે નહી. ભાવનગરની જનતા માટે હું હંમેશા સવાલ ઉઠાવતો રહીશ. અને જો કોઈ, અધિકારી કે નેતા કામ ન કરી શકતા હોય તો જનતાની માફી માંગીને રાજીનામું આપી દે.

યુવરાજે કોરોના વોરિયર્સના વખાણ કર્યા અને કહ્યું કે, આપણા માટે તબીબ સેવા સાથે જોડાયેલા તમામ લોકો રાત-દિવસ મહેનત કરી રહ્યા છે. અને સરકારના લોકડાઉન લગાવવાનો હેતું હતો કે, આ દરમિયાન મેડિકલ સેવાઓ માટે તૈયારી કરી શકાય છે. આમ છતાં કોરોનાની બીજી લહેરમાં મેડિકલ સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!