માતાજીના દર્શન કરવા જતા હતા ત્યારે કાર ચાલકે અડફેટે લેતા બે માસુમ બાળકોના કરુણ મોત થયા.
મોટા ભાગ ના અકસ્માતો તહેવારો ના સમય મા વધુ બનતા હોય છે અને તહેવારો મા હાઈ વે પર વાહનોની સંખ્યા વધી જતી હોય છે.ત્યારે અકસ્માત બનતા હોય છે. સાતમ ના દિવસે ભાવનગર મા એક કરુણ અકસ્માત બન્યો હતો જેમાં બે માસુમ બાળકોના કાર ચાલક ના અડફેટે આવી જતા કરુણ મૃત્યુ થયા હતા આ અકસ્માત ત્યારે બન્યો હતો જ્યારે ભાવનગર ના સિહોર તાલુકા ના ટાણા ગામ નો પરીવાર ચાલીને શીતળા માતાજી ના દર્શન કરવા જતા હતો.
જાણવા મળતી વિગતો અનુસાર સિહોર ના ટાણા મા રહેતા ખેતી કરતા હસમુખભાઈ મુળજીભાઈ બારૈયા પોલીસ સ્ટેશન મા ફરીયાદ નોંધાવી હતી કે તેઓનો પરિવાર આજે રવિવારે સવારે ૧૦ કલાકના સમય આસપાસ શીતળા સાતમ હોવાથી શીતળા માતાજીના દર્શન કરવા પગપાળા જતો હતો ત્યારે ટાણા ગામના ઘાંચીના વડલા પાસે એસ્ટીમ કાર નંબર જીજે ૦પ એજી ૬૭૮૩ના ચાલક મેરૂભાઈ બુધેશભાઈ વાઘેલા (રહે. ઢુંઢસર તા. સિહોર) ગાડી પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં ચાર બાળકોને અડફેટે લીધા હતા, જેમાં તેઓની પુત્રી તુપ્તી (ઉ.૯), એકતા, તેઓના ભાઈની પુત્રી લલિતા અને પુત્ર દિવ્યેશને ગંભીર ઈજા પહોંચાડી હતી તેથી ચારેય બાળકોને સારવાર માટે સિહોરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જયાં તુપ્તી અને દિવ્યેશને તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતાં.
સાતમ ના દિવસે જ આવો કરુણ અકસ્માત બનતા અરેરાટી વ્યાપી ગઈ હતી અને કોળી સમાજ દુખ નુ મોજુ ફરી વળ્યું હતુ.આ બાબતે સિહોર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીની ઝડપી પાડવા તજવીજ શરૂ કરી હોવાનુ જાણવા મળેલ છે.
