વિચીત્ર અકસ્માત મા ભાઈ ની નજર સામે જ નાના ભાઈ નુ મોત થયુ , પરીવાર લગ્ન ની તૈયારી માટે અમરેલી જઈ રહ્યો હતો
ગુજરાત રાજ્ય મા એક વિચીત્ર અકસ્માત ની ઘટના સામે આવી છે જેમાં એક યુવક નુ કરુણ મોત નિપજ્યું છે. આ અકસ્માત મા સુરત થી અમરેલી જઈ રહેલા બે ભાઈ અને દાદા ને આ અકસ્માત નડ્યો હતો જેમાં નાના ભાઈ નુ મોત નિપજ્યું હતુ.
જે ઘરમા લગ્ન ના ગીતો વાગવાના હતા એ જ ઘર ના જ એક વ્યકતી નુ મૃત્યુ થતા કરુણતા સામે આવી હતી. જાણવા મળતી વિગતો અનુસાર ધર્મજ –તારાપુર હાઈવે પર આવેલા જલારામ મંદિર નજીક શનિવારની રાત્રી એ એક વિચીત્ર અકસ્માત થયો હતો જેમાં સુરત થી અમરેલી જઈ રહેલા પરીવાર ના ત્રણ સભ્યો માથી એક સભ્ય નુ મોત થતા અરેરાટી મચી ગઈ હતી.
આ અકસ્માત મા રાત્રી ના કાર ની આગળ રોઝડુ આવી જતા રોઝડા સાથે કાર અથડાઈ હતી ત્યારે એરબેગ ખુલી જતા જાન હાની નહોતી થઈ બાદ મા લલીતભાઈ એ કાર ની પાર્કીંગ લાઈટ કરી દાદા ને નીચે ઉતાર્યા હતા અને બાદ મા કાર પાછલી સીટ મા સુતેલા અલ્પેશભાઈ ને બહાર કાઢવા જતા પાછળ થી આવતી બસે જોરદાર ટક્કર મારી હતી. અને વિચિત્ર અકસ્માત થયો હતો જેમાં પરીવાર ના ત્રણ સભ્યો માથી એક સભ્ય કે જે નાનો ભાઈ હતુ તેનુ મોત નિપજ્યું હતુ. આ અકસ્માત બાદ લકઝરી બસનો ચાલક ડ્રાઇવર, કંડક્ટર બસને ઘટના સ્થળે બિનવારસી હાલતમાં મુકી નાસી ગયાં હતાં.
આ અકસ્માત મા ભોગ બનેલ પરીવાર મુળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ભાડેર ગામના વતની લલીતભાઈ પ્રાગજીભાઈ તંતી તેમના નાનાભાઈ અલ્પેશભાઈ અને કુટુંબી દાદા નારણભાઈ કાનજીભાઈ તંતી સાથે ગત તા.28મીના રોજ મોડી રાતના સુમારે કાર લઇને પોતાના નાના ભાઈ અલ્પેશના લગ્ન પ્રસંગનું આયોજન કરવા માટે સુરત કામરેજ થી વતન ભાડેર જવા નિકળ્યાં હતાં.
બનાવ અંગે લલીતભાઈ તંતીની ફરિયાદ આધારે પેટલાદ ગ્રામ્ય પોલીસે ખાનગી બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.