Gujarat

માતા પિતા ઓ સાવધાન ! ત્રણ વર્ષ ના બાળકે રાખડી નો સેલ નાક મા નાખી દીધો પછી સ્વાસ લેવાનું બંધ થતા

આપણે સૌ કોઈ જાણીએ છે કે, સમાચાર  અવારનવાર સોશિયલ મીડિયા અને સમાચારોમાં   બાળકો મેં લઈને અમેક ઘટના ઓ બનતી હોય છે જેમાં બાળકો ક્યારેક ના નાખવા ની વસ્તુઓ ગળી જતા હોય છે અને ત્યાર બાદ જીવન અને મુત્યુ વચ્ચે  ખેલવું પડે છે. ખરેખર હાલમાં જ એક એવો કિસ્સો બન્યો જેના લઈને સૌ માતા પિતાઓ ધ્યાન રાખવું જોઇએ.

બાળકો રમત માં ને રમતમાં કંઈક વસ્તુઓ ગળી જતા હોય છે ત્યારે હાલમાં જ્યારે રક્ષા બંધનમાં અવનવી રાખડી ઓ આવી છે ત્યારે હાલમાં જ એક બાળક એલઇડી સેલ નાકમાં નાખી દેતા સમસ્યા સર્જાય છે.હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,ગાંધીનગરમાં ત્રણ વર્ષના  LED રાખડીનો બટન સેલ તેના નાકમાં નાખી દેતા બાળકનો શ્વાસ રૂંધાવવા લાગ્યો હતો જેના કારણે શ્વાસ લેવામાં તફલિક થતી હતી. એટલે તાત્કાલિક તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

પરિવાર જનો ચિંતામાં છવાઈ ગયેલા હતા. પહેલા તો તેણે કાઢવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો પરંતુ બટન સેલ છેક અંદર સુધી ઘૂસી ગયો  જ્યાં તેનો એક્સ રે રિપોર્ટ કરાવતા નાકમાં બટન સેલ ફસાઈ ગયો હોવાનું સ્પષ્ટ થયું હતું.સિવિલમાં તેનું ઓપરેશન બીજા દિવસે શકય બનશે તેવો જવાબ મળતા પરિવારજનો બાળકને લઈને ગાંધીનગરની હાઈટેક હોસ્પિટલ ખાતે મોડી રાત્રે પહોંચી ગયા હતા. જ્યાં ઈએનટી સર્જન ડો.

દેવી ગજ્જરે તેને તપાસીને તુરંત ઓપરેશન કરવાનો નિર્ણય લીધો હતો કેમકે બાળકના નાકમાં થી લોહી પણ વહેવા લાગ્યું હતું. અને બાળકને બેભાન કરીને મોડી રાત્રે જટિલ ઓપરેશન કરીને બટન સેલ કાઢી નવ જીવન ખરેખર આપ્યું હતું.ર ખરેખર દરેક માતા પિતાઓ ખૂબ જ ધ્યાનમાં રાખવું જોઈએ બાળકો ને આવી વસ્તુઓ હાથમાં ન આપવી જોઈએ.  આ કિસ્સો દરેક માતા પિતા માટે ચેતવણી રૂપ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!