Gujarat

મિસ ગુજરાત ખિતાબમેળવનાર 17 વર્ષની યુવટાઇ કેન્સર પીડિત દર્દીને પોતાના વાળ દાનમાં આપ્યાને કહ્યું કે..

સુરતના લોકો દાનમાં સૌથી અગ્રેસર હોય છે. કહેવાય છે કે માનવ સેવા એજ પ્રભુ સેવા અને આ સાર્થક કરે છે સુરતની એક યુવતી જેને પોતાની સુંદરતાને દાનમાં આપી દિધી. કહેવાય છે કે, સ્ત્રીની સુંદરતા તેના કેશમાં હોય છે. અને એટલે જ આ યુવતીના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે.હાલ મા જ સુરત ખાતે યોજાયેલ મિસ એન્ડ મિસ્ટર ગુજરાત 2021 મા વિજેતા થયેલ મિસ ગુજરાત વિશાખા ગુલાલે એ પોતાના સુંદર વાળ કેન્સર પીડિત પેશન્ટ માટે દાન કર્યા છે.વિશાખા હાલ માત્ર 17 વર્ષ ની જ છે એને નાની ઉંમર મા જ ગુજરાત ખાતે ના બે એવોર્ડ જીતીને સુરતનું નામરોશન કરેલું.

કહેવાય છે ને કે જો આપણા થકી કોઈના ચહેરા પર સ્મિત રેલાય તો તેનાથી બીજું મોટું કોઈ સુખ નથી. આ જ વાત ને સાચી કરી છે. વિશાખાએ વિશાખાએ કહ્યું કે હું બીજાને કઇ રીતે મદદ થઇ શકુ એ વિચારે મે પોતાના વાળ કેન્સર પીડિત વ્યક્તિને દાન કર્યા છે…અને પોતાના વાળનું દાન કરીને સામાજિક ક્ષેત્રે પણ પોતાનું યોગદાન આપવાનો પ્રયાસ કરી રહી છે. કેન્સર પીડિત વ્યક્તિ ને દાન કરીને. એ વ્યક્તિ પણ પોતાના સુદર વાળ સાથે સામાન્ય જીવન જીવી શકે એ ઉમદા ધ્યેય સાથે,વિશાખા એ પોતાના વાળનું દાન કરી સામાજિક ક્ષેત્રે પણ પોતાનું યોગદાન આપવાનું પ્રયાસ કરી રહી છે.

બ્રુઆરી 2021 મા એને અમદાવાદ ખાતેથી મિસ ફેશનિંસ્ટા ગુજરાત અને હાલ જુલાઈ 2021 મા સુરત મા યોજાયેલ સ્પર્ધામાં મિસ ગુજરાત સ્ટાઈલ આઈકોન 2021 નું ખિતાબ મેળવેલ છે.વિશાખાએ  નાની ઉંમર મા જ એને હું બીજાને કઈ રીતે મદદરૂપ થઈ શકું એ વિચાર થી સૌથી અલગ તરી આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!