Gujarat

રક્ષાબંધનના દિવસે પોતાના વતન જઈ રહેલા પટેલ દંપતીનુ અકસ્માત મા મૃત્યુ થતા પરીવારમા આક્રંદ છવાયો

રક્ષાબંધન પર્વ ના દિવસે રાજ્ય મા અનેક અકસ્માતો ના બનાવો બન્યા છે. જેમા જેતપુર મા મહીલા કોન્સ્ટેબલ પોતાની ફરજ પર જઈ રહી હતી ત્યારે અકસ્માત મા તેણી નુ મોત નિપજ્યું હતુ. આ ઉપરાંત અન્ય એક અકસ્માત નો બનાવ મુળી-ડોળિયા ગામ વચ્ચે ટેન્કર અને કાર વચ્ચે થયો હતો જેમાં પતિ અને પત્ની નુ એક સાથે મોત થયુ હતુ.

જાણવા મળતી વિગતો અનુસાર રાજકોટના જેતપુરની એસબીઆઇમાં સર્વિસ કરતા મયૂરભાઈ ગણેશભાઈ પટેલ અને તેમના પત્ની ડીમ્પલ રક્ષાબંધનના તહેવાર હોવાથી સાથે કારમાં વતન ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામે જઈ રહ્યાં હતાં. દરમિયાન ભાડુકા પાસે કાળ બનીને સામેથી આવતા ટેન્કરના ચાલકે કાબુ ગુમાવતાં કાર સાથે અકસ્માત સજાર્યો હતો.

આ અકસ્માતની જાણ થતા ની સાથે જ 108 ની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને દંપતિ ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હોસ્પીટલ લઈ જતા વખતે રસ્તા મા તેમનુ મૃત્યુ થયુ હતુ. પોલીસ ને આ ઘટના ની જાણ થતા ની સાથે જ પોલીસે ધટના સ્થળે પહોંચી બંને પતિ-પત્નિની લાશને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે રક્ષા બંધન ના દિવસે જ ત્રણ બહેન નો એક નો એક ભાઈ મયુર અને એક ભાઈ ને એક ની એક બહેન અકસ્માત મા ગુમાવી હતી અને પુરા પરીવાર મા માતમ છવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!