રાજ્ય મા બે જુદા જુદા અકસ્માતો: માતા પિતા અને પત્ર નુ એક સાથે મૃત્યુ થયુ.
રાજુલાના ચારનાળા રોડ પર એક મોટા અકસ્માત ની ઘટના બની છે. આ અકસ્માત ની ઘટના મા માતા પિતા અને પુત્ર નુ ઘટના સ્થળે જ મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી. 3 લોકોના એક સાથે મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
આ અકસ્માત મા મૃત્યુ પામેલા રાજુલા ને જાત્રા ગામ ના દેવીપુજક હતા અને ઘટનાની જાણ થતાં પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી ઘટના સ્થળ પર પહોંચી પરિવારને સાંત્વના આપી હતી.
અન્ય એક અકસ્માત:- આ ઉપરાંત અન્ય એક અકસ્માત ની ઘટના સામે આવી હતી જેમાં ગોધરા લુણાવાડા હાઇવે પર શહેરા પાસે આવેલા એચપી પેટ્રોલ પમ્પ નજીક અકસ્માત થયો હતો જેમાં રોંગ સાઈડ મા આવતા એક્ટીવ ચાલક ને બચાવવા માટે xuv કાર ડીવાઈડર સાથે અથડાઈ હતી.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે લોંખંડ નુ ડીવાઈડર કાર ની આરપાર થય ગયુ હતુ અને કાર ચાલક નુ મૃત્યુ થયુ હતુ અને એક્ટીવા ચાલક ને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માતને પગલે લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.