Gujarat

લોકો ને બચાવવા માટે પોતાનો જીવ દાવ પર લગાડ્યો ! 30 લોકો ને બચાવ્યા બાદ પોતે મોત ને ભેટી વિનીતા ચૌધરી

હિમાચલ પ્રદેશ જ નહી પણ અનેક રાજ્યો મા વાદળો ફાટવા ની ઘટના ઓ સામે આવી છે અને અનેક લોકો ના જીવ ગયા છે. ખાસ કરીને કુલ્લુ અને લાહૌલમાં વરસાદે જોરદાર તબાહી મચાવી છે ત્યારે આઈટીબીપી, એનડીઆરએફ અને સ્થાનિક પોલીસની મદદથી લાશોને બહાર કાઢવામાં આવી રહી છે. ગુમ લોકો માટે સર્ચ અભિયાન ચાલું છે.

ગયાં બુધવારે કુલ્લુ જીલ્લા મા વાદળો ફાટવા ને કારણે ગાઝિયાબાદની રેહનારી વિનીતા ચૌધરીનું મોત થયું હતું. વિનીતા ગઇ 25 તારીખે ગાઝીયાબાદ થી કુલ્લુ પહોચી હતી. અને 28 તારીખે ગાઝીયાબાદ પરત આવવાની હતી. વિનીતા પોાતાના એક દોસ્તની સાથે કુલ્લુની પાર્વતી વેલીમાં કસૌલ હાઇટ્સ નામની એક રિસોર્ટ્ ચલાવતી હતી. જ્યારે વાદળું ફાટ્યુ ત્યારે રિસોર્ટની કેમ્પિંગ સાઈટ ઉપર મેનેજર તરીકે કાર્યરત હતી.

જ્યાંરે વાદળ ફાટવા ની ઘટના બની ત્યારે વિનીતા ટેન્ટમાં ઉંઘી રહેલા 30 પર્યટકોનો જીવ બચાવવા માટે પોતાની જિંદગી દાંવ પર લગાવી દીધી હતી. વિનીતાએ બધા પર્યટકોને સુરક્ષિત સ્થાન ઉપર પહોંચાડ્યા હતા. પરંતુ પોતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી.

જો વિનીતા ની વાત કરવામા આવે તો 25 વર્ષીય વિનીતા ચૌધરી ઝાજિયાબાદના લોની ક્ષેત્રની નિસ્તોલી ગામની રહેનારી હતી. કુલ્લુ જિલ્લાના એસપીએ વિનીતાના બહેનની ખબર પુષ્ટી કરતા કહ્યું કે રેસ્ક્યૂ ટીમ હજી તેની શોધમાં લાગી છે. બાદલ ફાટવાથી મણિકર્ણ ઘાટીમાં બ્રહ્મગંગા નાળામાં કુલ ત્રણ લોકો તણાયા છે. જેમાંથી એક વિનીતા પણ છે. જ્યારે બે વ્યક્તિઓ બ્રહ્મગંગાનો રહેવાશી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!