Gujarat

વાવાઝોડા વચ્ચે પરિવારે લગ્નની જીદ પકડતા પોલીસ જે કર્યુ જાણી ને સલામ કરશો

આપત્તિને અવસરમાં બદલે તે ગુજરાતીઓ! એક તરફ વિરાટકાય ચક્રવાત તાઉ તે વાવાઝોડું નિકટ હતું ત્યારે ગુજરાતમાં એવું એક યુગલ જેને પોતાના લગ્ન જીવનની શરૂઆત કરી! આવી ખતરનાક પરિસ્થિતિમાં કોઈ કંઈ રીતે શુભકાર્ય કરી શકે તે વિચારવા જેવું છે. ત્યારે આ યુગલના લગ્ન વાવાઝોડાની વચ્ચે તંત્રની સહાયતાથી આવી રીતે કરવામાં આવ્યા.

હાંસોટ તાલુકાના કંટીંયાજળ ગામે અસરગ્રસ્ત નવદંપતીને પ્રભુતામાં પગલાં પાડવામા મદદ કરનાર વહીવટી તંત્ર અને પોલીસ તંત્રએ અનોખી માનવતાનો દાખલો બેસાડ્યો છે. તાઉતે વાવાઝોડાની દહેશત વચ્ચે તાલુકાના પાંચ ગામો અને આલિયાબેટના 600 જેટલા અસરગ્રસ્તોને ગામની શાળાઓમાં ખસેડ્યાની કામગીરી કરી હતી. પરંતુ આ વચ્ચે એક અચંબિત ઘટના બની હતી. ગઈકાલે કંટીયાજાળના શેલ્ટર હોમ ખાતે અસરગ્રસ્તોને રાખવામાં આવ્યા હતા, જ્યાં એક અસરગ્રસ્ત પરિવાર પોતાનાં ઘરે પરત જતું રહ્યું હતું કારણ કે તેમના ઘરે લીલા તોરણીયા બધાય હતાં.

આ બાબતની જાણ થતા જ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર ઘરે દોડી ગયું હતુ. આ અંગે તપાસ કરતાં તેઓના ફળિયામાં લગ્ન પ્રસંગ હોય તેઓ પોતાના ઘરે પરત ફર્યા હતા તેવુ તેમણે જણાવ્યું હતું. વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તેઓને સમજાવવાના અથાગ પ્રયાસ કર્યા હતા. પરિવારને સમજાવીને શેલ્ટર હોમ ખાતે જ લગ્ન કરાવી આપવાની મજૂરી આપી અને ખરેખર તંત્ર અને પોલીસ દ્વારા માનવતા દાખવી હતી આખરે આવું માત્ર ગુજરાતમાં જ બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!