વેઈટર નુ કામ કરતા કેવી રીતે બન્યા કલેક્ટર, સંઘર્ષ જાણી ને આસુ આવી જશે
કહેવાય છે ને કે, જીવનમાં કંઈ પણ થાય પરતું જો અથાગ પરિશ્રમ હોય તો કંઈ પણ અશક્ય કાર્ય શક્ય બની શકે છે. આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાની છે જેમણે અથાગ પરિશ્રમ અને મહેનત થકી ખૂબ જ નામના મેળવી અને સૌથી ઊંચું પદ પ્રાપ્ત કર્યું છે. આ ઘટના પરથી એટલું જરૂર કહી શકાય કે તમે સપના જુઓ તો એવા જુઓ કે જે તમને ઊંઘવા ન દે અને એ સપના જ તમારી હકીકત બનશે.
આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવા નાં છે જે
યુવાન વેઇટરમાંથી કલેકટર ( આઇએએસ ) બન્યા. આ સાંભળતાની સાથે આશ્ચર્ય લાગે પરતું ખરેખર આ ઘટના સત્ય છે. તમિલનાડુના વેલ્લોર જિલ્લાના વિનાવ મંગલમ ગામમાં જન્મેલા જય ગણેશ બે બહેન અને એક ભાઇથી મોટા છે . તેમના પિતા ૧૦ ધોરણ સુધી ભણેલા છે અને એક લેધર ફેકટરીમાં સુપરવાઇઝર હતાં , તે મહિને ૪૫૦૦ રૂપિયાના પગારની નોકરીમાં પરિવારનું પાલન પોષણ કરતા હતા.
આ યુવાન અથાગ પરિશ્રમ અને મન એકાગ્રતા કરીને ધો 10 પછી પોલીટેકનીક કોલેજમાં અભ્યાસ કર્યો અને ૯૧ ટકા માર્કસ સાથે એન્જનીયરિંગમાં પ્રવેશ લીધો અને મીકેનીકલ એજીનીયર બની ગયા એજીનીયર બન્યા પછી જય ગણેશની ઇચ્છા હતી કે , કાંઇક નોકરી શોધી લે કારણ કે , પરિવારમાં તેની બહુ જ જરૂરિયાત હતી મેંકેનીકલ એજીનીયરિંગ કર્યું , પછી UPSC પરીક્ષાની તૈયારી માટે ટોકીઝની કેન્ટીનમાં વેઇટર પણ બન્યો કંપનીમાં મહિને રૂ . ૨૫૦૦ ના પગારવાળી નોકરી મળી ગઇ , આાપણા શરૂઆતના વિદ્યાસહાયકોના પગાર જેવો પગાર મીકેનીકલ એજીનિયરને !
જય ગણેશ. બેંગલુરુ આવ્યા પછી ખબર પી કે , ક્લેકટર એવા અધિકારી હોય છે કે , ગામડાઓ માટે ઘણું બધું કરી શકે છે , બસ , ત્યારે જ તેમણે નક્કી કરી લીધું કે હવે આઇએએસ જ બનવું છે . નોકરી છોડીને આઇએએસ બનવા માટે તેમને બોનસ રૂપે રૂ . ૬૫૦૦ મળ્યા હતાં . આ રકમ તેણે સ્ટડી માટે પુસ્તકો ખરીદવા જેવા કામમાં વાપરી.
અભ્યાસની સાથો સાથ તેમને ચેન્નઈ માં કેન્ટીનમાં તેમને બીલીંગ ક્લાર્કની નોકરી મળી , સાથોસાથ ઇન્ટરવલમાં તેઓ વેઇટર તરીકે પણ કામ કરતા હતાં તેમનું તો લક્ષ હતુંકે ચેન્નઇમાં રહીને સિવીલ સર્વિસ ( યુપીએસસી ) પરીક્ષાની તૈયારી કરી શકાય અને તેઓ યુપીએસસી પરીક્ષામાં છ વખત નાપાસ થયા , છતાં હાર માની નહીં કે હતાશ થયા નહીં , ૨૦૦૮ માં ૭ મા પ્રવાસમાં તેની ૧૫૬ મા ક્રમે પાસ થયા અને આખરે તેમનું સપનું હકીકતમાં સાચું પડ્યું ત્યારે ખરેખર શીખવા જેવું એ છે કે, કંઈક મેળવવા માટે નિષ્ફળતાનો સામનો કરવો પડે પરતું હતાશ ન થવું જોઈએ.