‘અસ્તિત્વ” શીર્ષક હેઠળ કોળી સમાજ ના વિવિધ સંગઠનો ની બેઠક યોજાઈ , લેવાયો આ મહત્વ નો નિર્ણય
આજ રોજ તારીખ 18 જુલાઇ અમદાવાદ ખાતે સર્કીટ હાઉસમાં કોળી સમાજના અલગ અલગ સંગઠનો ખભે ખભો મેળવી, સમાજ વિકાસની વ્યૂહરચના સાથે સંગઠિત થયા હતા. અખીલ ભારતીય કોળી સમાજ, કોળી સેના, વીર માંધાતા ગ્રુપ, તાનાજી સેના, અખિલ ભારતીય કોળી સમાજ, અખીલ ભારતીય કોળી કોરી સમાજ, રાષ્ટ્રીય કોળી કોરી જાગૃતિ મહાસભા, ન્યુ આવાજ કોળી ક્રાંતિ ગ્રુપ, GKS ગ્રુપ, ઉના ગીરગઢડા યુવા કોળી સમાજ, કોળી સમાજ યુવા ગ્રુપ વગેરે સંગઠનના આગેવાનનો ખુબ ઉત્સાહ સાથે મિટિંગમાં હાજર રહ્યા હતા.
ગુજરાતમાં સૌથી મોટી સંખ્યા ધરાવનાર કોળી સમાજને થઈ રહેલ રાજકીય અન્યાય, સામાજિક શોષણ, સરકારી અને શૈક્ષણિક ભરતિઓમાં થતો અન્યાય, આર્થિક અવહેલના તેમજ સામાજિક પછાતપણું જેવી અનેક બાબતોને ધ્યાનમાં લઇ કોળી સમાજના વિવિધ સંગઠનો આજે એક મંચ પર ભેગા થયા હતા.
કોળી સમાજના અનેક સંગઠનો એક મંચ પર એક વિચાર સાથે સમાજ માટે કામ કરે તે માટે તમામ સંગઠનો અને સંગઠનના આગેવાનો સહમત થયા હતા. સમાજમાં શિક્ષણનું સ્તર વધે, જાગૃતિ ઊભી થાય, રાજકીય અન્યાય દૂર થાય. સત્તામાં ભાગીદારી મળે અને સમાજ ખુદ શાસક બને, સમાજમાં નોકરીયાત, ધંધા રોજગારીનું પ્રમાણ વધે, સમાજને સંવિધાનિક હક અધિકાર મળે, સમાજ સામે થતા ખોટા અન્યાય અત્યાચાર દૂર થાય તેવી અનેક બાબતોની ચર્ચા વિચારણા અને યોગ્ય પ્લાન સાથેની કામગીરી નક્કી કરવામાં આવી.
ગુજરાત મા સૌથી વધુ વસ્તી કોળી સમાજ ની છે ત્યારે આવનારી વિધાનસભા ની ચૂટણી મા કોળી સમાજ નુ પ્રભુત્વ મહત્વ નો ભાગ ભજવશે તેવુ લાગી રહ્યુ છે.