સલામ : દરેક લોકો આવુ ના કરી શકે! લગ્ન છોડી એવી જગ્યા એ પહોચી ગયા કે એક બાળકી નો જીવ બચી ગ્યો ?
લગ્ન કરવા એ દરેક યુવક યુવતીઓ નુ સપનું હોય છે અને એમા પણ આખો પરીવાર એવી પ્રાથના કરાતા હોય છે કે કોઈ વિઘ્ન ના આવે લગ્ન અટકે નહિ પરંતુ કહેવાય છે ને કે માનવતા થી મોટો કોઈ ધર્મ નથી. એટલે જ એક જોડી એ પોતાના લગ્ન ની વિધી ને પડતી મુકી ને એક બાળકી નો જીવ બચાવવા દોડી ગયા હતા. અને લોકો તેમની સોસિયલ મીડીયા પર ખુબ વખાણ કરી રહયા છે.
કહેવાય રહ્યુ હતુ કે આ કીસ્સો ઉત્તર પ્રદેશ નો છે જે એક પોલીસ મેને પોતાના ટીવીટટર પર શેર કર્યો હતો અને લખ્યુ હતુ કે “મારું ભારત મહાન, એક બાળકીને બ્લડની જરૂર હતી, કોઈ પણ રકતદાન કરવા સામે આવી રહ્યું નહોતું, કેમ કે તે કોઈ બીજાની બાળકી હતી, પોતાની હોતી તો કદાચ કરી દેતા, ખેર લગ્નના દિવસે જ એક યુગલે રકતદાન કરીને બાળકીનો જીવ બચાવ્યો, જય હિન્દ.” સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થયા બાદ આ યુગલના ખૂબ વખાણ થઈ રહ્યા
આ દંપતી ના સૌકોઈ વખાણ કરી રહયુ હતુ જયારે એક યુઝર જણાવ્યું હતુ કે શ્રી માન છોકરાનું નામ દેશરાજ ખાટીક છે, બારડૌડ અલવર રાજસ્થાનનો રહેવાસી છે, જે શ્રી ખાટીક છાત્રાલય અલવર રાજસ્થાનમાં આયોજીત શિબિરમાં રક્તદાન કરવા આવ્યો હતો. હું દેશરાજ ખાતિકને અંગત રીતે જાણું છું તેથી કૃપા કરીને હકીકતો અને માહિતીની પુષ્ટિ કરો
હવે અહિ સવાલ એ નથી કે આ યુવક યુવતી કયાં ના છે પણ મહત્વ નુ એ છે કે તેવો એ પોતાના ખાસ દિવસે રક્તદાન કર્યુ છે અને કોઈ ને ઉપયોગી થયા છે ખરેખર રક્ત દાન એ મહાદાન છે.