Gujarat

સુરત ના ડુંમસ ફરવા જતા લોકો આ સમાચાર ખાસ વાંચે…

સુરત મા લોકો નુ મનપસંદ ફરવાનું સ્થળ એટલે ડુંમસ જયાં સુરત ના હજારો લોકો શનિવાર અને રવિવાર ના રોજ ફરવા આવતા હોય છે અને અન્ય જીલ્લા ના લોકો પણ આવતા હોય છે ત્યા ઘણા લોકો ત્યા ન કરવાનુ કામ પણ કરતા હોય છે તેની સામાન્ય જનતા ના પણ તકલીફો પડતી હોય છે. ત્યારે હજારો લોકો પર નજર રાખવા માટે એક ખાસ આયોજન કરાયુ છે.

મોટો સ્ટાફ નથી એટલે ડુમસના પીઆઈ એ.પી.સોમૈયાએ નવો નુસ્ખો શોધી કાઢ્યો છે. તેમણે ડુમસ બીચથી શરૂ કરીને તેમની હદ વિસ્તારમાં આવેલા ૨૦૦થી વધારે લારી-ગલ્લાવાળા અને એક હજારથી વધારે ફાર્મ હાઉસના સિક્યોરીટી ગાર્ડને (Security Guard) પોલીસની ત્રીજી આંખ બનાવ્યા છે.

ડુમસ પોલીસની હદમાં અઢીથી ત્રણ લાખની વસ્તી છે. ડુમસ ટૂરિઝમ પ્લેસ હોવાથી ત્યાં દર અઠવાડિયે હજારો ની સંખ્યામાં લોકોની અવરજવર રહે છે જયારે તેની સામે ડુમસમાં પોલીસનું માત્ર ૫૦ કર્મચારીઓનું મહેકમ છે. જેમાંથી માત્ર 47 કર્મચારીઓ હાજર છે. આ કર્મચારીઓ દ્વારા ડુમસ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવી રહ્યા છે. પરંતુ આટલા મોટા સ્થળ પર કાયદો અને વ્યવસ્થા કઈ રીતે જાળવે તે ખરેખર મોટો પ્રશ્ન છે.

જેને કારણે ડુમસના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આ વિસ્તારમાં આવેલા તમામ લારી-ગલ્લા અને ફાર્મ હાઉસના સિક્યુરિટીગાર્ડને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે ની જવાબદારી અપાઈ છે. આ તમામ વેન્ડરો અને સિક્યુરિટીગાર્ડ કોઇપણ શંકાસ્પદ વ્યક્તિ જો જણાય કે કોઇપણ શંકાસ્પદ હરકત તેમના ધ્યાને આવે તો તાત્કાલિક પોલીસને ફોન કરી જાણ કરે છે. પીઆઇ દ્વારા તમામ ૨૦૦થી વધારે વેન્ડરો અને સિક્યુરિટી ગાર્ડને મોબાઈલ નંબર આપવામાં આવ્યા છે. જેના પર સંપર્ક કરતાં જ પોલીસ પાંચથી દસ મિનિટમાં સ્થળ પર પહોંચી જાય છે અને કોઈ પણ મોટી ઘટના બનતા અટકાવી દેવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!