સુરત મા ચકચારી ઘટના બની ! એક મહીલા એ પોતાની માતા અને બહેન ને ઊંઘ ના ઈન્જેકશન આપી મોત ને ઘાટ ઉતાર્યા અને પછી પોતે પણ…
સુરત મા એક ચકચારી ઘટના સામે આવી છે જેમાં એક મહિલા ડોકટરે પોતાની બહેન અને માતા ને વધુ પડતી ઊંઘ નુ ઈન્જેકશન આપી મોત ને ઘાટ ઉતારી દીધા હતા જયાર બાદ પોતે પણ વધારે પડતી ઊંઘની ગોળીઓ ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સમયસર સારવાર મળતા તે હાલ હોસ્પીટલ મા છે.
જાણવા મળતી વિગતો અનુસાર સુરત ના ચોક બજાર વિસ્તાર મા એક ચકચારી ઘટના બની જે મા એક મહિલા ડોકટરે દર્શના પ્રજાપતિએ પોતાની માતા મંજુલા બહેન અને બહેન ફાલ્ગુની કે જેવો શિક્ષીકા છે તવો ચોક બજાર મા ચિકુવાડી ખાતે સહજાનંદ સોસાયટી મા રહે છે. ગઈ કાલે રાત્રે ડો. દર્શના જીંદગી થી કંટાળી જઈ ને પહેલા પોતાની માતા મંજુલાબેન અને ત્યારે બાદ ફાલ્ગુની ને ઊંઘ ની વધુ પડતુ લિકવિડ વાળુ ઈન્જેકશન આપી મોત નિપજાવ્યું હતુ. અને ત્યાર બાદ ડો. દર્શના એ પણ વધુ ઊંઘની ગોળી ખાઈને આપઘાત નો પ્રયાસ કર્યો હતો.
ઘટના ની જાણ થતા જ ચોક બજાર પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ એ તપાસ હાથ ધરી હતી. જેમા ડો. દર્શના પાસેથી જાણવા મળ્યુ હતુ કે તેવો બે બહેનો માતા અને ભાઈ ભાભી સાથે રહેતા હતા પરંતુ છેલ્લા ત્રણ દિવસ થી ભાઈ ભાભી ઘરે ના હતા આ દરમ્યાન મા દર્શના જીંદગી થી કંટાળી ગય હોવાથી સામુહિક આપઘાત કરવાનું નક્કી કર્યુ હતુ.
જયારે બાદ માતા અને બહેન ને ઊંઘ ના લકવીડ ના ઈન્જેકશન આપી મોત ને ઘાટ ઉતાર્યા હતા અને ડોકટરે ઊંઘ ની ટીકડી ઓ ખાધી હતી જેના ધબાકાર ચાલુ હોવાથી કીરણ હોસ્પીટલ મા ખસેડવામાં આવી દર્શના બચી ગય હતી જ્યારે ફાલ્ગુની અને તેની માતા મંજુલા બહેન નુ મોત થયુ હતુ. હાલ દર્શના પ્રજાપતી નો ભાઈ આ અંગે કોઈ ફરીયાદ કરવા માંગતો નથી.