સ્વયંભુ પ્રગટ થયલા હનુમાનજી આ જગ્યા પર ! હજાર વર્ષ નુ જુનુ અનોખુ ડભોડીયા હનુમાનજી મંદિર
ભારત ભરમાં અનેક હનુમાનજીના દિવ્ય મંદિરો આવેલા છે, જેમાં ગુજરાતમાં સારંગપુરમાં બિરાજમાન કષ્ટભંજન દેવ સત્ય છે. ત્યારે આજે અમે આપને એક અતિ દિવ્ય અને સ્વંયભુ હનુમાનજી ની વાત કરીશું જેનો મહિમા ખૂબ જ અનેરો છે. આ મંદિરમાં દર કાળીચૌદશના લોકમેળા પ્રસંગે 350 ડબ્બા કરતા વધારે તેલનો અભિષેક કરવામાં આવે છે. ચાલો આજે અમે આપને જણાવીશું ગાંધીનગર જિલ્લામાં આવેલ ડભોડા ગામના એક હજાર વર્ષના જુના ડભોડિયા હનુમાન સ્વંયભુ છે.
તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે, આ મંદિર ખૂબ જ પૌરાણિક છે અને ચમત્કારી પણ અને અહીંયા આવનાર તમામ ભક્તો ની મનોકામનાઓ દાદા પૂર્ણ કરું છું.અહીંયા રાખવામાં આવતી બાધા રાખનાર દરેક ભક્તોને ફળ પ્રાપ્તિ થાય છે. ત્યારે આ હનુમાનજી દરેક ભાવિ ભક્તોની આસ્થાઓને પૂર્ણ કરે છે. જીવનમાં એકવાર તો આ મંદિરનાં દર્શન કરવા જોઈએ.ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં એક હજાર વર્ષ જુનું હનુમાન દાદાની સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિવાળુ અતિપ્રાચીન મંદિર છે.
પ્રવાસનધામમાં સમાવેશ સાથે છેલ્લાં ત્રણ વર્ષથી આ મંદિરના થઇ રહેલા જિણોદ્ધારમાં ડભોડીયા હનુમાનજી દાદાનું મંદિર ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે. મોગલોના શાસન દરમિયાન પાટણ ઉપર અલ્લાઉદ્દીન ખિલજીએ ચઢાઇ કરતા પાટણના રાજાએ ડભોડાના ગાઢ જંગલમાં આશ્રય લીધો હતો. તે સમયે આ જગ્યા ઉપર દેવગઢનું ગાઢ જંગલ આવેલું હતું. રાજની ગાયો અને પશુધન ચરાવવા માટે ભરવાડો દેવગઢના જંગલમાં આવતાં હતાં
તેમાંથી એક ટીલડી ગાય ગાયોના ટોળામાંથી છુટીને એક નિશ્ચિત જગ્યાએ ઉભી રહી નમન કરતી અને દૂધ જરી જતી હતી. અને સાંજ પડે ગાયોના ટોળામાં પાછી આવી જતી હતી. આ બાબતે માલધારીઓ એ તપાસ કરી અને રાજાને આ સમગ્ર ઘટનાની જાણ કારી. રાજાએ જાત તપાસ કરી અને કંઈક ચમત્કાર લાગતા રાજપુરોહિતની સલાહ મુજબ ત્યાં ખોદકામ કરાવ્યું અને ત્યાં હનુમાનજી દાદાની મૂર્તિ મળી આવતા ત્યાં મોટો યજ્ઞ રાખવામાં આવ્યો અને ત્યાં મૂર્તિની સ્થાપના કરવામાં આવી,ડોભોડિયા હનુમાનનું મંદિર યાત્રાધામમાં ખૂબ જ પાવન સ્થાન ધરાવે છે.