ચાર યુવકોએ એવુ ડીવાઈસ બનાવ્યું કે ગેસ લીક થાય તો તરત જાણ થય જશે અને કીંમત પણ માત્ર…
જો વ્યક્તિમા કંઈક કરવાની તમન્ના અને આવડત હોય તો અશક્ય કાર્ય ને પણ શક્ય બનાવી શકાય છે. આજે અમે આપને વાત કરીશું એવા યુવાનો વિશે જેને પોતાની અંદર રહેલ કળા થકી એક એવા સાધન નો આવિષ્કાર કર્યો છે. જે અનેક લોકોને મદદ રૂપ થઈ શકશે. માત્ર ત્રણ હજાર રૂપિયાનાં ખર્ચ નું આ ઉપકરણ ખૂબ જ લાભદાયક છે. અમે આપને જણાવીએ કે, આખરે આ ડીવાઇઝ કંઈ રીતે કામ કરે છે અને તેને બનાવવાનો મુખ્ય હેતુ શુ છે.
એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ પોતાની રીતે એક અનોખી ટેક્નોલોજીની શોધ કરી છે જે સરળતાથી જ્વલનશીલ અને ઝેરી ગેસ શોધી શકે છે. આમાં, મિથેન, એલપીજી, સીએનજી, પ્રોપેન, હાઇડ્રોજન જેવા ગેસ તમારા ફેક્ટરી, ઘર, ઓફિસ કે કારમાં આ ઝેરી વાયુઓના વિસ્ફોટક રૂપ ધારણ કરી રહ્યા હોય એટલે કે લીકેજ થાય ત્યારે આ ઉપકરણ તમને ચેતવણી આપી શકે છે.
વાત જાણે એમ છે કે, વિદ્યુત ઇજનેરીમાં બી.ટેકના ચોથા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગિરીશ કુમાર જાટ, અભિષેક કૌશિક, મોહિત છેટીજા અને દીપેશ વર્માની ટીમે આ અનોખી તકનીકની શોધ કરી છે. તેમનું કહેવું હતું કે, આ ઉપકરણમાં ગેસનો જથ્થો આપેલ સ્તર કરતાં વધી જાય કે તરત જ ઉપકરણ સક્રિય થઈ જાય છે. 2-GGSM મોડ્યુલની મદદથી, ચેતવણી સંદેશ કોઈપણ નંબર પર મોકલવામાં આવે છે. આ સાથે, ઉપકરણમાં સ્થાપિત એલસીડી પર ગેસની માત્રા અને ચેતવણી બતાવવામાં આવશે.
આસપાસના લોકોને ચેતવવા માટે તેમાં સાઉન્ડ એલાર્મ પણ છે. આ આખા સાધનોને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. ઉપકરણનો પાવર ખર્ચ સામાન્ય મોબાઇલ ચાર્જર જેટલો જ છે.ઉપકરણની ખાસ વિશેષતા એ છે કે કાર્બન મોનોક્સાઈડ જેવો ગેસ કે જેનો કોઈ રંગ નથી અને આ વાયુની કોઈ ગંધ નથી તે પણ શોધી શકાય છે અને ચેતવણી મોકલી શકાય છે કારણ કે આ ગેસ ખૂબ જ ઝેરી છે. આ ઉપકરણના નિર્માણમાં ટેકનિકલ સહાય આપનાર સહાયક પ્રોફેસર ડો.મહેન્દ્ર ભાદુએ જણાવ્યું હતું કે આ ઉપકરણમાં સ્થાપિત સેન્સર વધારે ધુમાડો હોય ત્યારે પણ સક્રિય બને છે, જેના કારણે આગની ચેતવણી પણ પ્રાપ્ત થાય છે.
આ ઉપકરણની કુલ કિંમત ત્રણ હજાર રૂપિયાથી ઓછી છે અને ઉપકરણ કોઈ પણ જાતની જાળવણી વગર લાંબા સમય સુધી ટકી શકે છે. ખાસ કરીને પેટ્રોકેમિકલ ઉદ્યોગ, કારમાં વપરાતો CNG ગેસ લિકેજ, ઇલેક્ટ્રિકલ વાહનમાં ગેસ લીકેજ, ઘરે LPG સિલિન્ડર લીકેજ, ખાતર ઉદ્યોગ, ઇલેક્ટ્રો મિકેનિકલ ઉદ્યોગ, ઓટોમોબાઇલ ઉદ્યોગ, બેટરીથી ચાલતા વાહનો, આ સાધનો ઉપયોગી થશે. ખરેખર આ તમામ વિધાર્થીઓની કામગીરી ખૂબ જ વખાણવા લાયક છે.