Entertainment

હિતેન કુમારને સિનેમા ” રામ ” નામ કઇ રીતે મળ્યું અને જાણો હાલમાં તેઓ શું કરે છે.

ગુજરાતી સુપરસ્તારમાં મહાનાયક ઉપેન્દ્રત્રિવેદી, નરેશ કનોડિયા અને ત્યારપછી સૌથી લોકપ્રિય જેમને લોકો રામ નાં નામથી ઓળખે છે એવા ગુજરાતી સીનેમાં લોકપ્રિય અભિનેતા હિતેન કુમાર હાલમાં શું કરી રહ્યા છે અને તેના વિશે જાણીશું તેમજ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમને રામ નામના ની ઉપમા કેમ મળી તે જાણીશું.

હિતેન કુમારે પોતાની કારકિર્દીની શરૂઆત વિલેનની ભૂમિકા થી કરેલી હતી તેની પ્રથમ ફિલ્મ હતી ઊંચી મેડીને ઊંચા મોલ આ ફિલ્મમાં તેમણે વિલેનનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં નરેશ કનોડિયા અને રોમા માણેકની મુખ્ય ભૂમિકામાં હતા. અનેક નાનાં મોટા રોલ કરનાર અભિનેતાને 1998માં ફિલ્મમાં હીરો તરીકે એન્ટ્રી મળી એ ફિલ્મે રાતોરાત હિતેન કુમાર લોકપ્રિયતા અને નામ આપાવ્યું.

ગોવિંદ પટેલ દ્વારા નિર્માણ થયેલી દેશ રે દાદા જોયા પરદેશ ફિલ્મે ગુજરાતી સિનેમા ઇતિહાસ સુવર્ણ કઅક્ષરે લખ્યો આ ફિલ્મે 5, 10 રૂપિયાની ટિકિટના સમયમાં 22 કરોડ કમાણી કરી અને સિનેમા ઘરો હાઉસ ફૂલ હતા. આ ફિલ્મમાં તેમને રામનું પાત્ર ભજવ્યું હતું અને એમની સાથે રોમા માણેક હતા જે રાધા નાં પાત્રમાં હતા અને સીનેમને રામ રાધા ની જોડી મળી જેને દર્શકો એ ખૂબ વધાવી ત્યાર બાદ હિતેન કુમાર પાછળ ફરી નથી જોયું અનેક અભિનેત્રીઓ સાથે તેમણે કામ કરેલું હાલમાં પણ તેઓ એવા કલાકાર છે જે ફિલ્મમાં સક્રિય છે.

આજની પેઢી સાથે કામ કરી રહ્યા છે. હાલમાં તેઓ ધારાવાહિક અને અર્બન ગુજરાતી ફિલ્મમાં કામ કરી રહ્યા છે તેમને અંગત જીવન વાત કરીએ 1989માં તેમને સોનલબા સાથે લગ્ન કરેલ હાલમાં તેમને એક સંતાન છે તેઓ મુંબઈ રહે છે પોતાનું જીવન પસાર કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!