Gujarat

હૃદય કંપાવનારી ઘટના! પત્ની ની નજર સામે જે પતિ નુ એકસીડન્ટ મા કરુંણ મોત થયુ

આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં રોડ અકસ્તમાતના બનાવ બહુ બને છે. જેમાં અનેક લોકો તો પોતાનો જીવ પણ ગુમાવે છે. ત્યારે આજે આપણે એક એવા બનાવ વિશે જાણીશું જેને સાંભળતા જ તમારું હ્દયકંપી ઉઠશે. કહેવાય છેને કે પોતાના લોકોને ગુમાવવાનું દર્દ ક્યારેય કોઈના થી સહાતુ નથી. ત્યારે ચાલો જાણીએ કાલે જ જૂનાગઢના મેંદરડા હાઈવે પર બનેલી એક ઘટના વિશે.

ગઈ કાલે જૂનાગઢ-મેંદરડા હાઇવે પર થયેલા અકસ્માતમાં થયો જેમાં બન્યું એવું કે, હાઇવે પર એક સ્વિફ્ટ કાર સાથે બાઇકનો અકસ્માત થયો હતો. આ ઘટનામાં પત્નીની નજર સામે પતિનું મોત થયું હતું જ્યારે પત્નીને ઇજા પહોંચી હતી. બાઇક સવાર આ દંપતિને સ્વીફ્ટ ચાલકે અડફેટે લીધા હતા. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખસેડાયા જ્યારે મૃતકને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યું.

મેંદરડા પોલીસે પોલીસે આ મામલે GJ 25AA 3868 નંબરની સ્ફિટ કારના ચાલકના સામે ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આ ઘટનામાં કોના વાંકથી અકસ્માત સર્જોયો તે તો તપાસના અંતે જ જાણી શકાશે પરંતુ એક પરિવારે પોતાની વ્યક્તિ ગુમાવી છે. ત્યારે તે પરિવાર ઉપર તો જાણે આભ ફાટ્યું છે. વિચાર કરો એ પત્ની હાલત કેવી થઈ હશે જ્યારે તેને પોતાના પતિને પોતાની નજર સામે જ જીવ છોડતા જોયો હશે.

ખરેખર આ એક ખૂબ જ દુઃખ દ ઘટના સર્જાઈ ગઈ!હવે આગળ તપાસ થયા બાદ જ જાણવા મળશે કે આખરે આ અક્સતમાતમાં
કોનો વાંક હતો અને હવે એ પણ જોવાનું રહેશે કે, મહિલા જે હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે તે જલ્દી થી સ્વસ્થ થઈ જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!