17 વર્ષની ઉંમરે વિલેનના પાત્રમાં ફિલ્મ કામ કરી લોકપ્રિયતા મેળવનાર ફિરોઝ ઇરાની હાલ ક્યાં રહે છે, જાણો!…

ગુજરાતી ફિલ્મોમાં હીરો તો અનેક બન્યા છે, પરતું વિલેન તરીકે એક ન વ્યક્તિ એ લોકપ્રિયતા મેળવી અને પોતાનું જીવન અભિનયની દુનિયામાં વિલેન તરીકે જ વિતાવ્યું છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ, ગુજરાતી સિનેમામાં લોકપ્રિય અભિનેતા ફોરોઝ ઇરાની ની! આજે ફિરોઝ ઇરાની 70 વર્ષની ઉંમરે પણ સક્રિય છે ફિલ્મોની દુનિયામાં ત્યારે ખરેખર તેમના અંગત જીવન વિશે જાણવું સૌને ગમશે.

ફિરોઝ ઈરાની હાલ મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં રહે છે. તેઓ મુંબઈમાં જ જન્મ્યા અને મોટા થયા છે. જો કે, તેમને ગુજારાતી ફિલ્મો સાથે બહુ લગાવ રહ્યો છે.પર્સનલ લાઈફની વાત કરીએ તો ફિરોઝ ઈરાની દાદા બની ચૂક્યા છે. તેમને બે પુત્રો છે. જેમાંથી એક પુત્ર અભિષેક ઈરાની હાલ સ્વિટ્ઝર્લેન્ડમાં સ્થાયી થઈ ચૂક્યો છે, અને તેને બે બાળકો પણ છે. તો બીજા પુત્ર અક્ષત ઈરાની મુંબઈમાં જ છે. અને અક્ષતને ફિરોઝ ઈરાની ગુજરાતી ફિલ્મથી લોન્ચ કરેલ.

ઉલ્લેખનીય છે કે ફિરોઝ ઈરાનીના પિતા ફરેદુન ઈરાની નાટક કંપની ચલાવતા હતા. એફ આર ઈરાની તરીકે જાણીતા ફરેદુન ઈરાનીની લક્ષ્મી કલાકેન્દ્ર નામે ડ્રામા કંપની હતી. જેનાથી જ ફિરોઝ ઈરાનીએ એક્ટિંગની શરૂઆત કરી હતી. 8 વર્ષની ઉંમરે તેમણે છોરુ કછોરું નામના નાટકમાં કામ કર્યું હતું. અને 1967માં 17 વર્ષની ઉંમરે ‘ગુજરાતણ’ નામની ફિલ્મથી વિલન તરીકે ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કર્યો હતો. જેમાં વિજય દત્ત હીરો હતા અને અરૂણા ઈરાની હિરોઈન હતા. બસ પછી તો ફિરોઝભાઈ પોતાની કરિયરમાં સંખ્યાબંધ હિટ ફિલ્મો આપી ચૂક્યા છે.

ગુજરાતી ફિલ્મોમાં વિલન તરીકે જબરજસ્ત ઓળખ બનાવી. નરેશ કનોડિયા હોય કે ઉપેન્દ્ર ત્રિવેદી, એક સમય એવો હતો કે લીડ એક્ટર, હીરો બદલાય પરંતુ વિલન તરીકે તો ફિલ્મમં ફિરોઝ ઈરાની જ હોય. અને ફિરોઝ ઈરાનીને સ્ક્રીન પર જોઈને ડર પણ લાગે. જો કે રિયલ લાઈફમાં ફિરોઝ ઈરાની ખૂબ જ અલગ છે. રિયલ લાઈફમાં આપણા આ પારસી અદાકાર સિમ્પલ છે, જોલી છે. આજે 70 વર્ષની વયે પણ તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *