કોરોનાકાળ મા કથાકાર મોરારી બાપુ 1 કરોડ ની સહાય કરશે આ ચાર તાલુકાને
કરોના કાળ મા અનેક નીસહાય લોકો છે અને લોકો મદદ ના હાથ લંબાવી રહ્યા છે જેમાં મોટી કંપની ઓ મંદીર ની સંસ્થા ઓ અને મસ્જિદો પણ છે જે કાંઈક ની કાંઈક સહાય કરી રહ્યા છે આ બધા ની વચ્ચે મોરારી બાપુ એ પણ મદદ નો હાથ લંબાવ્યો છે.
અમરેલી જીલ્લા ના રાજુલા મા એક વર્ષ અગાવ કરોના ના લીધે કથા મુલતવી રાખવામા આવી હતી. જે આજે માત્ર મોરારી બાપુ ની હાજરી મા કથા ચાલુ છે. જે કથા 2020 મા અચાનક થયેલા લોક ડાઉન ના લીધે અધુરી રહી ગઈ હતી
કરોના સંક્રમણ ને ધ્યાન મા રાખી આ સહાય અમરેલી અને ભાવનગર જિલ્લાના 4 તાલુકાને આપવાની જાહેરાત મોરારી બાપુએ 23 એપ્રિલે રાજુલામાં ચાલી રહેલી રામકથા દરમિયાન વ્યાસપીઠ પરથી કરી છે.
આ સહાય ભાવનગર ના મહુવા અને તળાજા જયારે અમરેલી ના સાવરકુંડલા અને રાજુલા ને આ સહાય મળશે આ સહાય પ્રત્યેક તાલુકા ને 25 /25 લાખ આપવામા આવશે.