20 લાખ રૂપિયાના ખર્ચી આરવ માથી આયશા બની ગયો ! સુરત ના યુવક સાથે લગ્ન પણ કરેલા છે
આજના સમયમાં આધુનિક અને ટેકનોલોજી તેમજ મેડિકલ ક્ષેત્રમાં ખૂબ જ વિકાસ થતા અનેક એવા કિસ્સાઓ બને છે, જેના વિશે જાણતાં આપણે પણ ચોંકી જઈએ. આજે અમે એક એવા યુવાન વિશે વાત કરવા જઈ રહ્યા છે જેનો જન્મ એક યુવાન તરીકે થયો હતો પરતું પોતાની જાતને બદલીને તે સ્ત્રી બની ગયો. આ વાત સાંભળવામાં સરળ છે એટલી શક્ય નથી. આ સર્જરી પાછળ તેને. લાખો રૃપિયાઓ ખર્ચી નાખ્યા. આજે અમે આપને જણાવીશું આ યુવાન ની લાઈફ વિશે.
આપણે ભારતમાં LGBTQ કોમ્યુનિટીનો સ્વીકાર તો હજુ સુધી થયો નથી. ત્યારે હાલમાં જ સુરતમાં એક પુરુષને મહિલા તરીકે શારીરિક રૂપ આપવામાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, મુંબઈમાં જન્મેલા અને રહેતા આરવ પટેલે 20 લાખ રૂપિયાના ખર્ચે 10 સર્જરી કરાવી છે, જેથી તે પુરુષમાંથી મહિ બની ગયો છે. આરવે આ સર્જરી સુરત ખાતે કરાવી છે.
આરવના લગ્ન એક યુવક સાથે થયા હતા. ત્યાર બાદ બંનેએ પોતાની મરજીથી સર્જરી કરાવી એને મહિલા બનવાની સંમતિ આપી હતી. આ પહેલા આરવ નાં લગ્ન એક મહિલા સાથે કરાવેલ પરતું તેનું લગ્ન જીવન લાબું ન ચાલ્યું. કારણ કે આરવ હતો તો યુવક પરતું તેના શોખ મહિલા જેવા હતા અને બાળપણ થી જ આ સમસ્યા હતી.
આરવ જાણતો હતો કે તે શારીરિક રીતે પુરુષ છે, પરંતુ અંદરથી એક મહિલા છે.
આમ પણ કહેવાય છે ને કે જગતમાં દરેક ને પોતાનું જીવન સાથી મળી જાય છે.આરવ પટેલની સુરતના રહેવાસી રોહન પટેલ સાથે ફેસબુક પર મિત્રતા થઈ હતી. . રોહન પટેલ અને આરવ પટેલે લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ બંનેની સંમતિથી મહિલા બનવાની સર્જરી કરાઈ હતી. આ તે એક મહિલા તરીકે પોતાનું જીવન વિતાવી રહ્યો છે.
સુરતમાં પ્રથમવાર કોઇ પુરુષને સ્ત્રી સંપૂર્ણ રીતે બનાવવામાં આવી હોય એવી સર્જરી કરાવી છે. અત્યારસુધી અમદાવાદ-વડોદરા મુંબઈમાં સર્જરી થતી હતી. ત્રણ ડોક્ટરની પેનલ દ્વારા આ સર્જરી કરવામાં આવી હતી. પરંતુ બોટમ સર્જરી એટલે કે પ્રાઇવેટ પાર્ટ ચેન્જ માટેની છેલ્લી સર્જરી, અમે સુરતમાં પહેલીવાર કરી છે. સર્જરીમાં મોટા આંતરડામાંથી યોનિમાર્ગ બનાવવા માટે રેક્ટો સિગ્મોઇડ યોનિઓની પ્લાસ્ટિક સર્જરી થાય છે. આરવ 2 વર્ષમાં 10 સર્જરી પાછળ 20 લાખ નો ખર્ચ કર્યો અને આજે એક મહિલા તરીકે જીવન વિતાવે છે.