Gujarat

ગુજરાતનું અનોખુ ગામ કે જયાં ઘર ને બારણા કે દરવાજા નથી ! આવુ કરવા પાછળ નુ કારણ..

આપણો દેશ વિવિધતા ભરેલો છે જેમાં અલગ અલગ પ્રકાર ના ખાસીયત વાળા અનેક ગામો આવેલા છે જેથી ખાસિયતો પાછળ પર લોક વાયકા હોય છે જેમ કે ભગુડા ગામે કોઈ દુકાન ને તાળા નથી મારવામા આવતા કારણ કે ત્યા મોગલ મા બિરાજમાન છે આ ઉપરાંત ગુજરાત નુ અન્ય એક ગામ જાંબુર કે જે મીની આફ્રીકા તરીકે ઓળખાય છે. આટલુ જ નહી રાજકોટ નુ એક ગામ છે સાતળા કે જયા લોકો ના ઘર ના દરવાજા જ નથી.

ચાલો જાણીએ ગુજરાત ના અનોખા ગામ વિશે કે કેમ આ ગામ મા દરવાજા નથી. રાજકોટ થી અમદાવાદ હાઈ વે પર આવેલુ ગામ શનિ શિગળાપુર કે જેનુ સાચુ નામ સાતડા છે. જે હાઈ વે થી 30 કીલો મીટર અંદર છે. આ ગામ પાછળ એવી લોક વાયકા છે કે આ ગામ ની રક્ષા ભૈરવ દાદા કરે છે. લગભગ આજ થી દશકા પહેલાં આ ગામ ના વડિલો દ્વારા ભૈરવ દાદા ને પ્રાથના કરવામા આવી હતી કે તેવો ગામ ની રક્ષા કરે અને બાદમા બારણા અને દરવાજા ઓ કઢાવી નાખયા હતા.

બસ ત્યાર થી જ આ ગામ પોતાની પરંપરા હોય તેમ તેમના ઘરમા બારણા, દરવાજા રાખતા નથી રાજકોટ મા આવેલુ આ સાતડા ગામ મા કોળી સમાજ ના લોકો નો વસવાટ વધુ છે અને 300 મકાનો આ ગામ મા છે અને આશરે 1800 જેટલી વસ્તી ધરાવતુ આ ગામ ખરેખર અનોખુ છે.

આ ગામ ના લોકો ના ભૈરવદાદા મા અતૂટ શ્રદ્ધા  છે. ભૈરવદાદા નુ મંદિર શીમાળા પર બે કીલો મીટર ના અંતરે જ આવેલુ છે. આ ગામ ના લોકો નુ કહેવુ કે આની પાછળ નો ચોક્કસ ઈતીહાસ શુ છે એ ખ્યાલ નથી પરંતુ પહેલા દરવાજા અને બારણા કાઢી નાખતા પરંતુ હવે કોઈ મકાન બનાવે તો પહેલે થી જ બારણા નખાવતા નથી. ગ્રામજનો ના જણાવ્યા અનુસાર આ ગામ મા એક વાર ચોરી થઈ હતી પરંતુ ચોર નુ હૃદય પરિવર્તન થવાથી તેવો ચોરેલો માલ પાછો આપી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!