21 વર્ષ બાદ ગુજરાતનાં દરિયા કાંઠે ભંયકર વાવાઝોડું ત્રાટકી શકે છે.
ગુજરાતમાં અનેક વાવાઝોડાનું આગમન થયું છે, ત્યારે ઈશ્વરની કૃપાથી એ વાવાઝોડું પહોંચતા પહેલા જ અરબ સાગરમાં લિન થઈ ગયું પરતું હવે ફરી એક વખત ગુજરાત પર વાવાઝોડાનું સંકટ વર્તાયું છે. ત્યારે ચાલો કે જાણીએ કે, 21 વર્ષ બાદ એવી ઘટના ઘટવા જઈ રહી છે, ત્યારે ઇતિહામાં આ એવું પહેલીવાર બનશે.
એક તો દેશ પર થી સતત1.5 વર્ષથી કોરોનાનું સંકટ યથાવત છે, ત્યારે હાલમાં ફરી એક વખત મહા ભંયકર તફલિકનો ગુજરાતને સામનો કરવો પડશે. વાત જાણે એમ છે કે ગુજરાતના કાંઠે વાવાઝોડું ટૌકટે આવી રહ્યું છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રને પણ વાવાઝોડું મોટી અસર કરે એવી શક્યતા છે. ગુજરાતના કાંઠે વાવાઝોડું આવે તેની નવાઈ નથી, પણ આ વાવાઝોડું મે મહિનામાં આવી રહ્યું છે. મે મહિનામાં વાવાઝોડું આવતું હોય એવી છેલ્લા 21 વર્ષની આ પહેલી ઘટના છે.
મે 2001માં ગુજરાતમાં એઆરબી-01 નામે વાવાઝોડું ત્રાટક્યું હતું. એ પછી કોઈ વાવાઝોડું મે મહિનામાં આવ્યું નથી. મે મહિનો ગુજરાતમાં ગરમીનો મહિનો છે, જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ચોમાસું હોય ત્યારે સામાન્ય રીતે વાવાઝોડા ત્રાટકતા હોય છે. એઆરબી-01 વાવાઝોડુ કાંઠે પહોંચ્યુ ત્યારે નરમ પડી ગયું હોવાથી ખાસ નુકસાન થયું ન હતું.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, આ વાવાઝોડું અનેક મુશ્કેલીઓ સર્જી શકે છે. આરબી સમુદ્રમાં સંભવિત આકાર પામી રહેલા “તૌકતે” વાવાઝોડા અંગે સૌરાષ્ટ્રના પોરબંદર અને વેરાવળમાં ભયસૂચક સિગ્નલ નં.1 લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા તેમજ સાવચેત રહેવા સૂચના આપવામાં આવેલ છે. માછીમારી કરવા ગયેલા માછીમારોને પરત લાવવા કોસ્ટગાર્ડ ના સમુદ્રી જહાજ મથામણ કરી રહ્યા છે. આ સંભવિત તોફાનના પગલે કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જે આ મુજબ છે.
તા.18 મે ની સવાર સુધીમાં આ વાવાઝોડું ગુજરાત કોસ્ટ સુધી પહોંચે તેવી સંભાવના.તા.16, 17 અને 18 મે ના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના દરિયાકિનારા વિસ્તારોમાં મધ્યમ થી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા – તા.17 મે ની સવારે ગુજરાતના દીવ-દમણ વિસ્તારમાં 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાતા.18 મે સુધીમાં 115 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.