23 અને 24 જુન ના રોજ ભારે વરસાદ ની આગાહી , જાણો કયા ક્ષેત્ર મા વરસાદ પડશે
હાલ સમગ્ર ગુજરાત મા ચોમાસુ સક્રીય દય રહ્યુ છે ત્યારે ગુજરાત ના અનેક જીલ્લા ઓ મા વાવણી લાયક વરસાદ થય ગયો છે અને ખેડુતો આનંદ મા છે અને સામાન્ય જનતા ને પણ ગરમી માથી રાહત મળી છે.
હવામાન વિભાગે 23-24 જૂનના ભારે વરસાદ પડે તેની સંભાવના વ્યક્ત કરી છે, અનેક પંથકોમાં હવામાન વિભાગે બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદની આગાહી વચ્ચે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે. જામનગર, દેવભૂમિ દ્વારકામાં બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત હવામાન વિભાગે અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરી છે.
આગામી પાંચ દિવસ ખુબ અગત્ય ના રહેશે રાજ્ય ના વિવિધ જીલ્લા મા વરસાદી માહોલ જામશે જેમા આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી છે. આ ઉપરાંત આણંદ જીલ્લા ની વાત કરીએ તો આણંદ જીલ્લા મા ભારે વરસાદ પડી ચુક્યો છે અને અમદાવાદ ભાવનગર મા પણ વરસાદી માહોલ જામેલો છે.