ઓહ 14 લોકો ને આજીવન કેદ ની સજા ! જાણો શુ ગુનો કર્યો હતો
આપણે અનેક મૃત્યુના સમાચાર સાંભળતા હોઈએ છીએ, ત્યારે આજે આપણે એક એવા વ્યક્તિની મોત વિશે જાણીશું જેની હત્યા 14 લોકોએ સાથે મળીને કરી , ચાલો ત્યારે જાણીએ કે આખરે એ ઘટના શું હતી.વાત જાણે એમ હતી.
વરવાડીયા ગામેથી 2017માં એક યુવક લગ્ન કરવાના ઇરાદે યુવતીનું અપહરણ કરી ગયો હતો. આ કિસ્સામાં ડાલવાણા ગામનાયુવક પર શંકા રાખી 14 શખ્સોએ સુરત (surat) નજીક બસમાંથી યુવકનું અપહરણ કરી હત્યા કરી હતી. જે કેસ પાલનપુરની એડીશનલ સેસન્સ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે 14 આરોપીઓને આજીવન કેદને સજા અને પ્રત્યેકને રૂપિયા 21,000ના દંડ ફટકારતા કોર્ટ પરિસરમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે.
વડોદરા મકરપુરા બસસ્ટેન્ડમાં બસમાંથી ઉતારી તેનું અપહરણ કરી વડોદરા વરણા વિસ્તારમાં આવેલી હોટલમાં લઇ જઇ લાકડી, ધોકા, પ્લાસ્ટીક પાઇપથી મારમારી હત્યા કરી દીધી હતી.જે અંગે લઈને મૃતકના ભાઇ દિનેશભાઇ પરમારે હત્યારાઓ સહિત 14 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે આરોપીઓની અટકાયત કરી અને જેલના હવાલે કર્યા બાદ આ અંગે નો કેસ પાલનપુરની એડીશનલ કોર્ટ ચાલ્યો હતો જ્યાં છેલ્લા ત્રણ દિવસ થી કેસની કાર્યવાહી ચલાવવામાં આવી રહી હતી.