Viral video

ગુજરાતના આ લોકપ્રિય કલાકારબંધુએ ખરીદી અતિ આલીશાન લકઝરીસ કાર! જાણો કોણ છે આ કલાકાર? જુઓ વિડીયો

દેવીન અને તેજસ ઓડેદરા બંધુએ પોતાના જીવનમાં સફળતાનાં શિખરો સર કરી રહ્યા છે. આપણે જાણીએ છે કે અનેક ગુજરાતી કલાકારો લકઝરીયર્સ કાર ખરીદી રહ્યા છે. હાલમાં જ અનેક લોકપ્રિય કલાકારે કાર ખરીદી છે, ત્યારે આ નામનોની યાદીના ઓડેદરાભાઈઓનું નામ ઉમેરાયું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે બંને ભાઈઓએ લોક ગાયિકી ક્ષેત્રમાં આવ્યા બાદ પહેલીવાર કાર ખરીદી છે.

ચાલો અમે આપને જણાવી દઇએ કે આ બંને બંધુઓએ કઈ કાર ખરીદી છે અને આ કારની કિંમત શું છે. ઓડેદરા બંધુઓએ Tata harrier ખરીદી છે અને આ કારની અંદાજીત કિંમત 20 લાખ રૂપિયા છે. બ્લેક કલરની આ કારની રિલ્સ બંને ભાઈઓએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. આ કારની રિલ્સમાં તમે જોઈ શકો છો કે રેડ કાર્પેટ ઉઠાવીને પોતાની કારણે રીલિવ કરી હતી.

આ કાર બ્લેક રંગની છે અને ખૂબ જ અદ્યતન સુવિધાયુક્ત છે. આ કારની તસવીરો અને વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે. દરેક કલાકાર અને ચાહકવર્ગે શુભેચ્છાઓ પાઠવી છે. ખરેખર ઓડેડરબંધુઓ સાબિત કરી બતાવ્યુ છે કે ભાઈયું ભેળા હોય એટલે જીવનમાં કોઈપણ મુશ્કેલીઓનો સામનો કરી શકાય છે.

તમને જણાવી દઈએ કે ઓડેદરાબંધુએઓ લોકડાયારામાં તેમજ અંગત કાર્યક્રમમાં લોક સંગીતની રમઝટ બોલાવે છે તેમજ અનેક ગુજરાતી ગીતોના આલ્બમ પણ તેમના યુટ્યુબ પર તમે જોઈ શકો છો. ખાસ કરીને થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામમાં આ બંનેભાઈઓની એક રિલ્સ વાયરલ થઈ હતી અને આ રિલ્સ દ્વારા બંને ભાઈઓની ખરી ઓળખાણ મળી હતી. આ રિલ્સમાં બંને ભાઈઓએ પોતાના અવાજમાં ” તારી મારી ભાઈબંધી ” ગીત ગાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!