મા પાસે સૂતેલ ત્રણ માસના બાળકને દીપડો ખાઈ ગયો, સવાર થતા માંસના ટુકડા મળ્યાં…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, જંગલ વિસ્તારની આસપાસ આવતા ગામડાઓમાં જંગલી જાનવરો દ્વારા અવારનવાર હુમલા કરવામાં આવતા હોય છે જેમાં મુખ્યત્વે દીપડા વધારે જોવા મળે છે અને ભાગ્યે ક્યારેક સિંહ પણ શિકાર કરવા નીકળી પડે છે. જેમાં દીપડા તો ત્રાસ વધુ પ્રમાણમાં જોવા મળે છે. દીપડા અને સિંહ જેવા પ્રાણીઓ ગાય-બકરી-ભેંસ જેવા અનેક પાલતું પશુઓનો શિકાર કરીને ભૂખ સંતોષ છે. પરતું ક્યરેક આ હુમલામાં માણસ નો પણ શિકાર થતો હોય એવી ઘટના સામે આવી છે.

ખાસ કરીને રાત્રિ દરમિયાન આવી ઘટનાઓ ઘટે છે, જ્યારે જાનવરો શિકારની શોધમાં બહાર આવી જાય છે અને ત્યારબાદ માનવ પર હુમલો કરે છે. હાલમાં જ દાહોદમાં એક એવી જ ઘટના બની જેના પગલે પરિવાર તેમજ ગામ જનોમાં ભયનો અને શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટના જેટલી ચેતવણી રૂપ છે એટલી જ ભયાનક પણ કારણ કે, આ ઘટનામાં માત્ર 3 મહિનાનાં બાળક નો જીવ ગયો છે. એ માનું હૈયું કેટલું રડયું હ્શે જ્યારે તેના દીકરાને દીપડા ખાઈ ગયો અને તેના માસ નાં ટુકડા જ તેને જોયા હશે.

ખરેખર દાહોદમાં છેલ્લા બે દિવસ થી અકસ્તમાતના બનાવ બન્યા છે, જેમાં એક બસ અને બીજું ટેક્ટર નું જેમાં દંપતી અને યુવક નો જીવ બચી ગયો હતો પરતું હાલમાં જ આ દીપડાની ઘટના ઘટી જેમાં 3 માસના બાળકનો જીવ ગયો.વાત જાણે એમ છે કે સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે, દાહોદમાં દીપડાનો આતંક સામે આવ્યો છે.  3 મહિનાના બાળકને દીપડાએ ફાડી ખાતા અરેરાટી વ્યાપી ગઈ છે. લીમખેડાના ટીમ્બા ગામની ઘટના છે. રાત્રી દરમિયાન ઘરમાં ઘૂસી માતા પાસે  ઊંઘતા બાળકને દીપડો લઈ ગયો હતો. ઘરનું બારણું ખુલ્લું હોઈ દિપડો ઘરમાં પ્રવેશ્યો હતો.

3 મહિનાના બાળકને દીપડો ઉપાડી ગયો હતો. પરિજનોની શોધખોળમાં બાળકના માંસના ટુકડા ને કપડાં મળ્યા હતા. ઘટનાની જાણ વન વિભાગને કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. મળેલ માંસને પોસ્ટમોર્ટમ માટે દાહોદ સિવિલમાં લવાયા હતા. ઘટનાથી વિસ્તારમાં ડર અને ભયનો માહોલ સર્જાયો છે.ભગવાન તે બાળકની દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના કરીએ અને તેંમના પરિવાર જનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે.

  • તમે અહીંથી શેર કરી શકો છો
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *