35 વરહ પછી પરિવારમાં દીકરીનો જન્મ થતાં દાદાએ કર્યું અનોખી રિતે સ્વાગત કે, સમગ્ર વિશ્વમાં નોંધ લેવાઈ.
આપણે સૌ હાલમાં સમયમાં સમાજના લોકો દીકરીઓ કરતા દિકરામાં વધુ પ્રેમ જતાવે છે અને માત્રને માત્ર દીકરા પત્યેની જ ઝંખના હોય છે ત્યારે હાલમાં જ એક પરિવાર એવું દ્રષ્ટાન્ત પૂરું પાડયું છે કે દીકરી પણ લષ્મીનો અવતાર છે અને દીકરો આવવાની ખુશી હોય તે પણ દીકરા આવવાની ખુશી જેટલા જ બમણા હોય છે.
રાજસ્થાનના નાગોર જિલ્લાના કુચેરા ક્ષેત્રના નિમ્બડી ચાંદાવતાના એક સામાન્ય ખેડૂતે પોતાના ઘરમાં 35 વર્ષ પછી જયરર દિકરીનો જન્મ થતાં તેની અનોખી રીતે ઉજવણી કરી હતી.
સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું કે પુત્રીને પોતાના મામાના ઘરેથી હેલિકોપ્ટર પોતાના ઘેર લાવવામાં આવી. એટલું જ નહીં હેલીપેડથી લઈને ઘરના રસ્તા સુધી ગામના લોકોએ બાળકીના સન્માનમાં ફૂલ પાથર્યા હતા અને બેન્ડવાજા સાથે પૌત્રીનો સ્વાગત-સત્કાર કરવામાં આવ્યો હતો. આ માટે 10થી 12 દિવસ પહેલાં તૈયારીઓ શરુ કરાઈ હતી.
પૌત્રીના સ્વાગત માટે દાદા મદનલાલે કોઈ કસર બાકી ન રાખવાનો નિર્ણય કર્યો હતો. એટલા માટે દાદાએ પોતાના ખેતરનો તમામ પાક વેચીને પાંચ લાખ રુપિયા એકત્ર કર્યા, આ રકમથી તેમણે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી હતી.
પુત્રીના પિતા હનુમાન પ્રજાપતિ અને પત્ની ચુકા દેવી દિકરીને મામાના ઘરથી હેલિકોપ્ટરથી લઈને આવ્યા હતા.