4 વર્ષના અનૈતિક સંબંધ હોવા છતાં પ્રેમી પ્રેમિકા નોટિસ આપી પછી બની આવી ઘટના કે…
પ્રેમમાં પડ્યા પછી સૌ કોઈ આંખે પાટો બાંધી લઈ છે. જ્યારે એક વ્યક્તિ પ્રેમમાં પડે છે, ત્યારે તે બધું જ ભૂલી જાય છે અને તેને ખુદને સમજાતું નથી કે એ વ્યક્તિ સિવાય દુનિયામાં આપણું બીજું કોઈ છે. સોશિયલ મીડિયામાં આપણે અનેક કિસ્સાઓ સાંભળતા હોય છે જેમાં પ્રેમની મિસાલ જોવા મળે છે તો પ્રેમની ભયાનક ઘટનાઓ પણ બનતી હોય છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, દાહોદમાં એક વ્યક્તિએ એક યુવતી સાથે ચાર વર્ષ સુધી પ્રેમ સંબંધ રાખ્યો હતો. ચાર વર્ષ બાદ યુવકે પ્રેમિકા સાથે પ્રેમ સંબંધ તોડી નાખતા પ્રેમિકાએ આપઘાત કર્યો હતો. પ્રેમિકાના આપઘાત બાદ પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, પ્રેમીએ પહેલાથી જ કાયદાકીય નોટિસ પ્રેમિકાને આપીને બચવાનો પ્રયાસ કર્યો હતો. આ નોટિસમાં પ્રેમીએ પ્રેમિકાને કહ્યું હતું કે, જો તું મરીશ તો પણ તેનો જવાબદાર હું નહીં પણ તું જ હશે.
આ ઘટનામાં હુસેને તેની પત્ની અને સાસરિયાઓનો સહારો લઈને કાયદાકીય સુરક્ષાનું કવચ પહેરી લીધુ હતું અને નોટિસમાં જ એનો ઇરાદો સ્પષ્ટ થઈ ગયો હતો કે, જો તેની પ્રેમિકા મરે તો પણ તેની જવાબદારી હુસેનની નહીં હોય. આ ઘટના બાદ ફાતેમાએ તેના ઘરે ગળેફાંસો ખાઈને બપોરના સમયે આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ તેના પરિવારના સભ્યોને બહુ આઘાત લાગ્યો.