45 થી વધુ ઉંમર વાળા નુ આવતી કાલ થી 3 દીવસ સુધી વેકસીનેશન બંધ, જાણો કારણ
હાલ કોરોના નુ વેકસોનેશન નુ કામ પૂર જોશ મા ચાલી રહયુ છે સૌપ્રથમ કોરોના વૉરીયર અને હવે સામાન્ય જનતા નુ વેકસોનેશન ચાલુ હતુ પરંતુ હાલ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ એ વેકસિનેશ ના સંદર્ભ મા જણાવ્યું હતુ કે આવતી કાલથી 14 મે ના રોજ થી ત્રણ દીવસ સુધી 45 થી વધુ વય ના લોકો નુ વેકસીનેશન કાર્ય મોકુફ રાખવામા આવશે.
જેનું મુખ્ય કારણ એ છે કે ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોના સામેની કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો 12થી 16 અઠવાડિયાનો રાખવાની ગાઇડલાઇન જાહેર કરી છે. ત્યારે એવામાં આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ આ સંદર્ભે જણાવ્યું છે કે, ‘આ માર્ગદર્શિકાને પગલે ગુજરાત રાજ્યમાં પણ વેક્સિનેશન શેડ્યુલને રી-શેડ્યુલ કરવાની કામગીરી હાથ ધરવાની થાય છે.’
આ ઉપરાંત જે લોકો નુ રજીસ્ટ્રેશન થય ચુક્યુ છે અને એસેમેસ આવી ચુક્યો છે તેમને રસીકરણ થય જશે.