Entertainment

50 વર્ષ જુનાં તળાવનું પાણી રાતોરાત બની ગયું ગુલાબી ! કારણ જાણીને ચોંકી મ જશો.

ઈશ્વર આ પ્રકૃતિની અદ્દભૂત રચના કરી છે, ત્યારે દુનિયામાં એવા કુદરતી સ્થાનો આવેલ છે, સૌથી અલગ અને ખૂબસૂરત હોય છે. જેનુવર્ણન શબ્દોમાં શક્ય નથી. ખરેખર એ આજે અમે આપને એક એવા તળાવ વિશે વાત કરીશું જેનું પાણી રાતોરાતમાં ગુલાબી થઈ ગયું. આ વાત જાણીને સૌ કોઈ આશ્ચય પામી જાય. ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે, આખરે આ કેવી રીતે થયું અને આ અદભુત તળાવ ક્યાં આવેલું છે.

મહારાષ્ટ્રના લોનાર તળાવ સાથે બન્યુ છે. રાતોરાત આ તળાવનુ પાણી ગુલાબી થઈ ગયુ.હવે આ ગુલાબી તળાવ એક ટ્વિટર ટ્રેન્ડ બની ગયુ છે. તળાવના પાણીનો રંગ કઈ રીતે બદલાવ્યો તેનુ કારણ શોધવા વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે. પાણીનો કોઈ રંગ હોતો નથી તો પછી તેનો રંગ બદલાઈ ને ગુલાબી કેમ થઈ ગયો.

દૂર-દૂરથી લોકો તે તળાવ જોવા માટે આવે છે અને તે આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ બની ગયુ છે. તો હવે તમારે પિંક લેક જોવા ઓસ્ટ્રેલિયા જવાની જરૂર નથી. હવે તે મહારાષ્ટ્રમા જ જોવા મળશે. વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે કે તે કેટલો સમય ગુલાબી રહેશે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ કુદરતી તળાવની ઉંમર 50 હજાર વર્ષ છે. આ તળાવ પૃથ્વી પર પડતી ઉલ્કાના કારણે બન્યુ છે. આ તળાવને પ્રથમ જ્વાળામુખીનો ખાડો હોવાનુ અનુમાન લગાવવામા આવ્યુ હતુ.પરંતુ પાછળથી તે સાબિત થયુ કે આ મીઠા પાણીનુ તળાવ ઉલ્કાના પતન દ્વારા રચાયેલ છે. જો કે ૨૦૧૦ મા કરાયેલા એક અધ્યયનમા કહેવામા આવ્યુ છે કે આ તળાવની ઉંમર ૫૦ હજાર વર્ષથી વધુ જૂની હોઈ શકે છે.

નિષ્ણાંતોના મતે આ પાણીનો રંગ પહેલીવાર બદલાયો નથી પરંતુ તે પહેલા પણ બદલાયો છે. આ વખતે તે ખૂબ જ ગુલાબી થઈ ગયુ છે. પ્રારંભિક તપાસમા નિષ્ણાતો અનુમાન કરી રહ્યા છે કે આ પાણીની ખારાશ તેમા રહેલા તત્વો અને શેવાળને લીધે આવુ પરિવર્તન થયુ છે. લોનાર તળાવ ખૂબ જ વિશેષ છે કારણ કે તેને રાષ્ટ્રીય જિઓ હેરિટેજ સ્મારક તરીકે જાહેર કરાયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!