8 ફુટ લાંબો સાપ જોઈએ પુરૂષો પણ ભાગી ગયા પણ મહિલા એ જે કર્યુ
સાપ જોઈને સારા સારા લોકો નો પરસેવો છૂટી જતો હોય છે અને એમા પણ સાપ જો ઝેરી હોય તો તો સામાન્ય લોકો ના કાબુ ના આવે પરંતુ આજે એક એવા કિસ્સા ની વાત કર શુ જે જાણી ને નવાઈ લાગશે.
ખરેખર આ આશ્ચર્યજનક કિસ્સો ઓડિશાના મયુરભંજનો છે. ગયા શનિવારે અહીં એક મકાનમાં હંગામો થયો હતો જ્યારે ત્યાં 8 ફૂટ લાંબો સાપ કોબ્રા જોવા મળ્યો. સાપ ને જોઈને પતિ અને બાળકો ઘર ની બહાર ભાગી ગયા જોકે, પત્નીએ બહાદુરી બતાવી અને સાપને પકડ્યો. હવે આ બહાદુર મહિલાના કારનામાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લોકો આ મહિલાને ‘ડેરિંગ લેડી’ કહે છે.
ન્યૂઝ એજન્સી ‘એએનઆઈ’ એ પણ તેનાં સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ સમગ્ર ઘટના વિશે માહિતી આપી હતી. તેણે સાપને પકડી રાખેલી મહિલાની તસવીર શેર કરી છે. સાથે એમ પણ લખ્યું છે કે એક સાપ (કિંગ કોબ્રા) ઓડિશાના રહેણાંક વિસ્તારમાં પ્રવેશી ગયો હતો, જેને એક મહિલાએ બચાવી લીધી હતી. મહિલાએ એએનઆઈ સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે મને આ સાપ એક સ્થાનિક ઘરની સામે મળ્યો. મેં તેને બચાવી લીધો અને ત્યારબાદ વન વિભાગના રેન્જ અધિકારીની મદદથી તેને સલામત સ્થળે મૂકી ગયો.