80 વર્ષ પહેલાનું પાંચમા ધોરણનું પ્રશ્ન પેપર આવ્યું સામે! પ્રશ્નોનો જવાબ દેવા UPSCની તૈયારી કરનારાનો મગજ ગોટાળે ચડી જાય. વાંચો પેપર
સોશિયલ મીડિયામાં જુના જમાનાની યાદો વાયરલ થઈ રહી છે ત્યારે બિલ બાદ હવે પેપર સામે આવ્યું છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ શિક્ષણ પ્રણાલીમાં પણ ફરક જોવા મળે છે. આપણા દાદા-દાદીના સમયમાં શિક્ષણની જે પદ્ધતિ હતી તે આજના સમયમાં નથી. સ્ટુડન્ટ્સ પાસે હવે ગૂગલ, સ્માર્ટ ક્લાસ, રિફર કરવા માટે અલગ-અલગ પુસ્તકો છે, પણ કલ્પના કરો કે 80 વર્ષ પહેલાં કેવું હશે? ત્યારે અભ્યાસ કેવો હશે? પરીક્ષા કેવી હશે અને પ્રશ્નો કેવી રીતે પૂછવામાં આવશે?
તમારા આ પ્રશ્નોના જવાબ થોડા વર્ષો પહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલી તસવીર 1943 5મા ધોરણનું પ્રશ્નપત્રપરથી મળી જશે.નિવૃત્ત IAS અધિકારી બદ્રી લાલ સ્વર્ણકરે ઓક્ટોબર 2020 માં તેમના ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કર્યો જે ચર્ચામાં છે. પશ્નપત્ર દેખાય છે જે 1943-44નું છે. આ કોમર્સ વિષયનું પ્રશ્નપત્ર છે અને તેના પર ધોરણ પાંચમાં લખેલું છે. મહત્તમ ગુણ 100 છે જ્યારે પાસિંગ માર્કસ 33 છે.
પ્રશ્નપત્ર ઉકેલવા માટે અઢી કલાકનો સમય આપવામાં આવ્યો છે. તમને લાગશે કે જો આ પ્રશ્નપત્ર પાંચમા ધોરણનું છે તો કેટલું અઘરું હશે, અને તમે તેને પળવારમાં ઉકેલી દેશો. પણ એવું બિલકુલ નથી.આ પ્રશ્નપત્રમાં કોમર્સને લગતા વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. આઠમો પ્રશ્ન જુઓ તો તેમાં લખ્યું છે- “રામના ઘરમાં 2 વર્ષ, 3 મહિના અને 18 દિવસમાં કેટલો લોટ ખર્ચાયો?” આ પ્રશ્નના પહેલા ભાગમાં એક વિચિત્ર નિશાન પણ બનાવવામાં આવ્યું છે. 10મો પ્રશ્ન સરળતાથી સમજી શકાય છે – “બજાર કિંમત પૂછતો વ્યવસાયિક પત્ર લખો.”
પ્રશ્નો સાથે વિચિત્ર માર્કસ બનાવવામાં આવ્યા છે, જે સમજવામાં ખૂબ જ મુશ્કેલ છે. પોસ્ટ પર વધુ લાઇક્સ કે શેર નથી, પરંતુ એક વ્યક્તિએ એ જ પ્રશ્ન પુનરાવર્તિત કર્યો જે તમે પણ જાણવા માગો છો. “બે આડી રેખાઓનો અર્થ બે આના અને બે ઊભી રેખાઓનો અર્થ આઠ આના થાય છે. જ્યારે એક પંક્તિ એટલે ચાર આના!” હવે આ જાણીને તમે સમજી શકશો કે આ પંક્તિઓનો અર્થ શું છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
